________________
સ્થાન-૭
૨૦૫
ગાથાર્થ :– શક્રની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૮૪ હજાર દેવો છે અને સાતમી કક્ષમાં ત્રેપન લાખ છોત્તેર હજાર(૫૩,૭૬,૦૦૦) દેવો છે.
ઈશાનેન્દ્રની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૮૦ હજાર દેવો છે. સનત્કુમારની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૭૨ હજાર દેવો છે. માહેન્દ્રની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૭૦ હજાર દેવો છે. બ્રહ્મની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૬૦ હજાર દેવો છે. લાતંકની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૫૦ હજાર દેવો છે. શુક્રની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૪૦ હજાર દેવો છે. સહસ્રારની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૩૦ હજાર દેવો છે. પ્રાણતની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૨૦ હજાર દેવો છે. અચ્યુતની પાયદળસેનાના અધિપતિની પહેલી કક્ષામાં ૧૦ હજાર દેવો છે. ઉક્ત સર્વ દેવેન્દ્રોની શેષ કક્ષાઓના દેવોનું પ્રમાણ પહેલી કક્ષાના દેવોના પરિમાણથી સાતમી કક્ષા સુધી બમણું-બમણું જાણવું.
વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે.-૧, સૂત્ર-૪૭-૫૨માં ભવનપતિ, વૈમાનિક દેવોના ઇન્દ્રોની પાંચ સેના અને પાંચ સેનાધિપતિનું કથન છે. અહીં નર્તકસેના અને ગંધર્વસેના સહિત સાત સેનાનું કથન કર્યું છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
વચનના પ્રકાર :
૨૦ સત્તવિષે વયવિઘ્ને પળત્તે, તેં નહીં- આતાવે, અખાતાવે, ત્ત્તાવે, અનુત્તાવે, સંતાવે, પતાવે, વિપતાવે ।
ભાવાર્થ :- વચન–વિકલ્પ, વચનના (બોલવાના) સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આલાપ– ઓછું બોલવું (ર) અનાલાપ– ખોટું બોલવું (૩) ઉલ્લાપ- કાકલૂદીપૂર્વક બોલવું (૪) અનુલ્લાપ– વારંવાર બોલ્યા કરવું (૫) સંલાપ– પરસ્પર બોલવું (૬) પ્રલાપ–નિરર્થક બકવાદ કરવો (૭) વિપ્રલાપવિરુદ્ધ વચન બોલવા, વિવિધ પ્રકારે બકવાદ કરવો.
વિનયના ભેદ-પ્રભેદ :
१२१ सत्तविहे विणए पण्णत्ते, तं जहा- णाणविणए दंसणविणए, चरित्तविणए, મળવિળ, વવિળ, ાયવિળ, સોનોવયા વિપણ્ ।
ભાવાર્થ :- વિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન વિનય– જ્ઞાન અને જ્ઞાનીનો વિનય કરવો. (૨) દર્શન વિનય– સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિનો વિનય કરવો, તેના આચાર પાલન પ્રતિ બહુમાન રાખવું. (૩) ચારિત્ર વિનય– ચારિત્ર અને ચારિત્રવાનનો વિનય કરવો. ચારિત્ર ધારણ કરવું. (૪) મનોવિનય– મનની અશુભ પ્રવૃત્તિ રોકી, શુભ પ્રવૃત્તિમાં મનને જોડવું. (૫) વાગ્ વિનય– વચનની