________________
| ૨૦૬]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
અશુભ પ્રવૃત્તિ રોકી, વચનને શુભ પ્રવૃત્તિમાં જોડવું (૬) કાય વિનય-કાયાની અશુભ પ્રવૃત્તિ રોકી, કાયાને શુભ પ્રવૃત્તિમાં જોડવી. (૭) લોકોપચાર વિનય- લોક વ્યવહાર અનુસાર યથાયોગ્ય વિનય કરવો. १२२ पसत्थमणविणए सत्तविहे पण्णत्ते, तं जहा- अपावए, असावज्जे, अकिरिए, णिरुवक्केसे, अणण्हयकरे, अच्छविकरे, अभूयाभिसंकणे ।। ભાવાર્થ - પ્રશસ્ત મનોવિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પાપ રહિત નિર્મળ મનોવૃત્તિ રાખવી. મનને શુભ ચિંતનમાં પ્રવૃત્ત કરવું. (૨) સાવધ, ચોરી વગેરે ગહિત કાર્ય કરવાનો વિચાર ન કરવો. (૩) મનથી કાયિકી, અધિકરણિકી આદિ ક્રિયાઓનું ચિંતન ન કરવું (૪) મનથી કલેશ, શોક આદિ ન કરવા. (૫) કર્મોનો આશ્રવ થાય તેવા હિંસાદિ પાપો મનથી ન કરવા. (૬) પ્રાણીઓને પીડા થાય તેવા કાર્યો મનથી ન કરવા. (૭) બીજા જીવોને ભય કે શંકા આદિ ઉત્પન્ન કરવાનો મનથી વિચાર ન કરવો. १२३ अपसत्थमणविणए सत्तविहे पण्णत्ते तं जहा- पावए, सावज्जे, सकिरिए, सोवक्केसे, अण्हयकरे, छविकरे, भूयाभिसंकणे । ભાવાર્થ - અપ્રશસ્ત મનોવિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) પાપકાર્યોનું ચિંતન કરવું. (૨) ગર્વિત, લોકનિંદિત કાર્યોનું ચિંતન કરવું. (૩) કાયિકી, અધિકરણિકી આદિ પાપક્રિયાઓનું ચિંતન કરવું. (૪) મનથી કલેશ, શોક આદિ કરવા. (૫) કર્મોનો આશ્રવ થાય તેવા હિંસાદિ પાપોનું મનથી ચિંતન કરવું. (૬) પ્રાણીઓને પીડા પહોંચે તેવા કાર્યોનો વિચાર કરવો. (૭) બીજાને ભય, શંકા આદિ ઉત્પન્ન કરવાનો વિચાર કરવો. १२४ पसत्थवइविणए सत्तविहे पण्णत्ते, तं जहा- अपावए,असावज्जे,अकिरिए, णिरुवक्केसे, अणण्हयकरे, अच्छविकरे, अभूयाभिसंकणे । ભાવાર્થ :- પ્રશસ્ત વાગુ—વિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે– (૧) નિષ્પાપ વચન બોલવા (૨) નિર્દોષ વચન બોલવા (૩) પાપ ક્રિયા રહિત વચન બોલવા (૪) ક્લેશ રહિત વચન બોલવા (૫) કર્મોનો આશ્રવ ન થાય તેવા વચન બોલવા (૬) પ્રાણીઓનો ઘાત ન થાય તેવા વચન બોલવા (૭) પ્રાણીઓને ભય-શંકાદિ ઉત્પન્ન ન થાય તેવા વચન બોલવા. १२५ अपसत्थवइविणए सत्तविहे पण्णत्ते, तं जहा- पावए, सावज्जे, सकिरिए, सोवक्केसे, अण्हयकरे, छविकरे, भूयाभिसंकणे । ભાવાર્થ :- અપ્રશસ્ત વાવિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પાપયુક્ત વચન બોલવા (૨) સદોષ વચન બોલવા. (૩) પાપક્રિયા થાય તેવા વચન બોલવા (૪) ક્લેશકારક વચન બોલવા (૫) કર્મોનો આશ્રવ થાય તેવા વચન બોલવા (૬) પ્રાણીઓનો ઘાત થાય તેવા વચન બોલવા (૭) પ્રાણીઓને ભય શંકાદિ ઉત્પન્ન થાય તેવા વચન બોલવા.