________________
- ૨૦૪
શ્રી ઠાણાગ સૂત્ર-૨
કક્ષામાં ૬૦ હજાર દેવ છે. ત્યાર પછીની કક્ષામાં ક્રમશઃ બમણા-બમણા હોય છે. આ રીતે બમણા-બમણા કરતાં સાતમી કક્ષમાં ૩૮,૪૦,૦૦૦ (આડત્રીસ લાખ ચાલીસ હજાર) દેવો જાણવા. ११७ धरणस्स एवं चेव, णवरं अट्ठावीसं देवसहस्सा । सेसं तं चेव । ભાવાર્થ :- જ રીતે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની પાયદળ સેનાના અધિપતિ ભદ્રસેનની પહેલી કક્ષામાં ૨૮ હજાર દેવો છે. ત્યાર પછીની કક્ષાઓમાં ક્રમશઃ બમણા-બમણા કરતાં સાતમી કક્ષામાં ૧૭,૯૨,000(સત્તર લાખ બાણું હજાર) દેવો જાણવા. ११८ जहा धरणस्स तहा जाव महाघोसस्स, णवरं पायत्ताणियाहिवई अण्णे, ते पुव्वभणिया । ભાવાર્થ :- ધરણની સમાન જ મહાઘોષ સુધી સર્વ ઇન્દ્રના પાયદળ સેનાપતિઓની કક્ષાના દેવોની સંખ્યા જાણવી. વિશેષતા એ છે કે તેઓના દક્ષિણ અને ઉત્તર દિશાના પાયદળ સેનાપતિ ભિન્ન ભિન્ન છે. જે પૂર્વકથિત છે. ११९ सक्कस्स णं देविंदस्स देवरण्णो हरिणेगमेसिस्स सत्त कच्छाओ पण्णत्ताओ, तं जहा- पढमा कच्छा एवं जहा चमरस्स तहा जाव अच्चुयस्स । णाणत्तं पायत्ताणियाहिवईणं । ते पुव्वभणिया । देवपरिमाणं इम- सक्कस्स चउरासीई देवसहस्सा, ईसाणस्स असीई देवसहस्साई जाव अच्चुयस्स लहुपरक्कमस्स दस देवसहस्सा, एवं जाव जावइया छट्ठा कच्छा तब्बिगुणा सत्तमा कच्छा देवा इमाए गाहाए अणुगंतव्वा
चउरासीइ असीइ, बावत्तरी सत्तरी य सट्ठी य ।
पण्णा चत्तालीसा, तीसा वीसा य दससहस्सा ॥१॥ ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના પાયદળ સેનાના અધિપતિ હરિનૈગમેષીની સાત કક્ષા છે, તે આ પ્રમાણે છે– પહેલી કક્ષાથી સાતમી કક્ષા. જેમ ચમરની સાત કક્ષા કહી, તેવી રીતે અશ્રુત કલ્પ સુધીના સર્વ દેવેન્દ્રોની પાયદળ સેનાના અધિપતિઓની સાત-સાત કક્ષા જાણવી.
તેઓના પાયદળ સેનાના અધિપતિઓના જુદા-જુદા નામોનું કથન પહેલા કર્યું છે. તેઓની પ્રથમ કક્ષાઓના દેવોનું પરિમાણ (સંખ્યા), આ પ્રકારે છે
શક્રની પાયદળ સેનાની પહેલી કક્ષામાં ૮૪,000 દેવો છે. ઈશાનની પાયદળ સેનાની પહેલી કક્ષામાં ૮૦,૦૦૦ દેવો યાવતુ અશ્રુતના લઘુપરાક્રમ સેનાધિપતિની પાયદળસેનાની પ્રથમ કક્ષામાં ૧૦,000 દેવો છે. ત્યાંથી છઠ્ઠી કક્ષા, સાતમી કક્ષા સુધી બમણી સંખ્યા કરતાં સાતમી કક્ષામાં છ લાખ ચાલીસ હજાર(દ,૪૦,000) દેવો જાણવા. દેવોની પાયદળસેના ગાથાનુસાર જાણવી.