________________
સ્થાન-૭
२०३
સેના– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) વૃષભસેના (૫) રથસેના (૬) નર્તકસેના (૭) ગંધર્વસેના.
સેનાપતિ– (૧) પદાતિસેનાના અધિપતિ ‘લઘુપરાક્રમ’ છે (૨) અશ્વસેનાના અધિપતિ ‘અશ્વરાજ મહાવાયુ' છે (૩) હસ્તિસેનાના અધિપતિ ‘હસ્તિરાજ પુષ્પદંત' છે (૪) વૃષભસેનાના અધિપતિ ‘મહાદામÁિ’ છે (૫) રથસેનાના અધિપતિ ‘મહામાઠર' છે (૬) નર્તકસેનાના અધિપતિ મહાશ્વેત’ છે (૭) ગંધર્વસેનાના અધિપતિ 'રત' છે.
११२ जहा सक्कस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव आरणस्स ।
ભાવાર્થ :- જેવી રીતે શક્રની સેના અને સેનાપતિ છે, તેવી રીતે દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર, બ્રહ્મ, શુક્ર, આનત અને આરણ, આ સર્વ દક્ષિણેન્દ્રોની સાત-સાત સેના અને સાત-સાત સેનાપતિ જાણવા.
११३ जहा ईसाणस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुयस्स ।
ભાવાર્થ :- જેવી રીતે ઈશાનેન્દ્રની સેના અને સેનાપતિ છે, તેવી રીતે દેવેન્દ્ર દેવરાજ, માહેન્દ્ર, લાંતક, સહસ્રાર, પ્રાણત અને અચ્યુત, આ સર્વ ઉત્તરેન્દ્રોની પણ સાત-સાત સેના અને સાત-સાત સેનાપતિ જાણવા. ११४ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो दुमस्स पायत्ताणियाहिवई सत्त कच्छाओ पण्णत्ताओ, तं जहा- पढमा कच्छा जाव सत्तमा कच्छा । ભાવાર્થ:· અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની પાયદળસેનાના અધિપતિ દ્રુમની સાત કક્ષા છે, તે આ પ્રમાણે છે— પહેલી કક્ષા યાવત્ સાતમી કક્ષા.
११५ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो दुमस्स पायत्ताणियाहिवइस्स पढमाए कच्छाए चउसट्ठि देवसहस्सा पण्णत्ता । जावइया पढमा कच्छा तब्बिगुणा दोच्चा कच्छा । जावइया दोच्चा कच्छा तब्बिगुणा तच्चा कच्छा । एवं जाव जावइया छट्ठा कच्छा तब्बिगुणा सत्तमा कच्छा ।
ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની પાયદળ સેનાના અધિપતિ દ્રુમની પહેલી કક્ષામાં ૬૪ હજાર દેવો છે. બીજી કક્ષામાં બમણા ૧,૨૮,૦૦૦(એક લાખ અઠયાવીસ હજાર) દેવો છે, ત્રીજી કક્ષામાં તેનાથી બમણા ૨,૫૬,૦૦૦(બે લાખ છપ્પન હજાર) દેવો છે. આ રીતે બમણા બમણા કરતાં ૭મી કક્ષામાં ૪૦,૯૬,૦૦૦(ચાલીસ લાખ, છનું હજાર) દેવો જાણવા.
११६ एवं बलिस्सवि, णवरं महद्दुमे सट्ठिदेवसाहस्सिओ । सेसं तं चेव । ભાવાર્થ :- તે જ રીતે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિના પાયદળ સેનાના અધિપતિ મહાદ્રુમની પહેલી