________________
૨૦૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સેનાપતિ– (૧) પાયદળ સેનાના અધિપતિ દક્ષ' છે (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ સુગ્રીવ’ છે (૩) હસ્તિસેનાના અધિપતિ “હસ્તિરાજ સુવિક્રમ’ છે (૪) મહિષસેનાના અધિપતિ “શ્વેતકંઠ” છે (૫) રથસેનાના અધિપતિ “નન્દોત્તર’ છે (૬) નર્તકસેનાના અધિપતિ “રતિ’ છે (૭) ગંધર્વસેનાના અધિપતિ “માનસ” છે. १०८ जहा धरणस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव घोसस्स । ભાવાર્થ:- જે રીતે ધરણની સેના અને સેનાપતિ છે, તેવી રીતે દક્ષિણ દિશાના ભવનવાસી દેવોના ઇન્દ્ર, વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાત્ત, અમિતગતિ, વેલંબ અને ઘોષની સાત-સાત સેના અને સાત-સાત સેનાપતિ જાણવા. १०९ जहा भूयाणंदस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव महाघोसस्स । ભાવાર્થ :- જે રીતે ભૂતાનંદની સેના અને સેનાપતિ છે, તે રીતે ઉત્તરદિશાના ભવનવાસી દેવોના ઇન્દ્ર વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષની પણ સાત-સાત સેના અને સાત-સાત સેનાપતિ જાણવા. ११० सक्कस्स णं देविंदस्स देवरण्णो सत्त अणिया, सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणीए जाव रहाणिए, णट्टाणिए, गंधव्वाणिए ।
हरिणेगमेसी पायत्ताणियाहिवई जाव माढरे रहाणियाहिवई, सेए णट्टाणियाहिवई, तुंबुरु गंधव्वाणियाहिवई । ભાવાર્થ - દેવેન્દ્ર દેવરાજ શક્રની સાત સેના અને સાત સેનાધિપતિ છે, તે આ પ્રમાણે છે– સેના– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) વૃષભસેના (૫) રથસેના (૬) નર્તકસેના (૭) ગંધર્વસેના.
સેનાપતિ– (૧) પાયદળ સેનાના અધિપતિ “હરિëગમેષી' છે (૨) અશ્વસેનાના અધિપતિ અશ્વરાજ વાયું છે (૩) હસ્તિસેનાના અધિપતિ હસ્તિરાજ ઐરાવણ’ છે (૪) વૃષભસેનાના અધિપતિ ‘દામદ્ધિ છે (૫) રથસેનાના અધિપતિ “માઠર' છે (૬) નર્તકસેનાના અધિપતિ “શ્વેત’ છે (૭) ગંધર્વસેનાના અધિપતિ “તું બુરુ” છે. १११ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सत्त अणिया, सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए जाव गंधव्वाणिए । ___लहुपरक्कमे पायत्ताणियाहिवई जाव महासेए पट्टाणियाहिवई, रते गंधव्वा-णियाहिवई । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સાત સેના અને સાત સેનાપતિ છે, તે આ પ્રમાણે છે