________________
| ૧૯૬]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સૂત્ર-૪૧માં ધાન્યની પાંચ વર્ષની યોનિ સ્થિતિ અને આ સૂત્રમાં ધાન્યની ઉત્કૃષ્ટ ૭ વર્ષની યોનિ સ્થિતિનું કથન કર્યુ છે. સાત વર્ષ પછી ધીરે ધીરે અળસી, કાંગાદિ ધાન્યની ઉત્પાદન શક્તિ ઘટતાં-ઘટતાં નાશ પામે છે. વગેરે સંપૂર્ણ વિવરણ ત્રીજા સ્થાન પ્રમાણે જાણવું.
આયુષ્ય સ્થિતિ:
८४ बायरआउकाइयाणं उक्कोसेणं सत्त वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ:- બાદર અપ્રકાયિક જીવોની સ્થિતિ સાત હજાર વર્ષની છે. ८५ तच्चाए णं वालुयप्पभाए पुढवीए उक्कोसेणं णेरइयाणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ - ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. ८६ चउत्थीए णं पंकप्पभाए पुढवीए जहण्णेणं णेरइयाणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ - ચોથી પંકપ્રભા પૃથ્વીના નારક જીવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. અગમહિષીઓ - |८७ सक्कस्स णं देविंदस्स देवरण्णो वरुणस्स महारण्णो सत्त अग्गमहिसीओ पण्णत्ताओ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રના લોકપાલ મહારાજ “વરુણ'ની સાત અગ્રમહિષીઓ છે. ८८ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सत्त अग्गमहिसीओ पण्णत्ताओ। ભાવાર્થ - દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ મહારાજ સોમ'ની સાત અગ્રમહિષીઓ છે. ८९ ईसाणस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो सत्त अग्गमहिसीओ पण्णत्ताओ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ મહારાજ યમની સાત અગ્રમહિષીઓ છે.