________________
સ્થાન- ૭
૧૯૫
પ્રકારના અસારંભ જાણવા. તે જ પ્રમાણે(પુર્વવતુ) સાત પ્રકારના સમારંભ અને સાત પ્રકારના અસમારંભ જાણવા.
વિવેચન :
સ્થાન-૫, ઉદ્દેશક-૨, સૂત્ર-૩૮-૪૩માં પાંચ એકેન્દ્રિય જીવોનાં આરંભાદિથી પાંચ પ્રકારના સંયમ, અસંયમનું કથન છે. અહીં ત્રસકાય અને અજીવદાય સહિત સાત પ્રકારના સંયમાદિનું કથન છે.
સંગને– પૃથ્વી વગેરે જીવોનું સંઘટન અર્થાત્ સ્પર્શ ન કરવો, પરિતાપ ન પહોંચાડવો કે ઉપદ્રવ ન કરવો તેને સંયમ કહે છે. પૃથ્વીકાય આદિના આરંભથી અસંયમ અને અનારંભથી સંયમ થાય છે.
અનીલ સંગ– વસ્ત્ર, પાત્ર વગેરે અજીવ છે. તેને યત્નાપૂર્વક ગ્રહણ કરવા, યતનાપૂર્વક મૂકવા તથા યત્નાપૂર્વકનો ઉપભોગ કરવો તેને અજીવ સંયમ કહે છે. સાથે-સરંભ. પૃથ્વી આદિ જીવોના વધનો સંકલ્પ કરવો. સમારં- સમારંભ. પૃથ્યાદિ જીવોને પરિતાપ, દુઃખ પહોંચાડવું. હિંસાદિ પ્રવૃત્તિ માટે સાધન સામગ્રી ભેગી કરવી. આરજે- વધ કરવો. હિંસાદિ પ્રવૃત્તિનો પ્રારંભ કરવો.
ધાન્યયોનિનું કાલમાનઃ८३ अह भंते! अयसि-कुसुम्भ-कोद्दव-कंगु-रालग-वरट्ट-कोदूसग-सण-सरिसवमूलगबीयाणं एएसिणं धण्णाणं कोट्ठाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं ओलित्ताणं विलित्ताणं लंछियाणं मुद्दियाणं पिहियाणं केवइयं कालं जोणी संचिट्ठिइ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त संवच्छराई । तेण परं जोणी पमिलायइ, तेण णरं जोणी विद्धंसइ, तेण परं जोणी पविद्धंसइ, तेण परं बीए अबीए भवइ, तेण परं जोणीवोच्छेदे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અળસી, કુસુભ, કોદ્રવ, કંગુ(કાંગ), રાળ, વરટ(ગોળ ચણા) કોદ્રવ વિશેષ, સણ, સરસવ, મૂળાના-બી, આદિ ધાન્ય જે કોઠાગારમાં, પલ્યમાં, મંચમાં, મેડામાં રહેલું છે, અવલિપ્ત, લિપ્ત, લાંછિત, મુદ્રિત, પિહિત છે. તેની યોનિ(ઉત્પાદક શક્તિ) કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર– હે ગૌતમ! તેની યોનિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત વર્ષ રહે છે. ત્યાર પછી યોનિ પ્લાન થઈ જાય છે, ત્યારપછી વિધ્વસ્ત થઈ જાય છે, ત્યારપછી પ્રવિધ્વસ્ત થઈ જાય છે, બીજ અબીજ થઈ જાય છે અને ત્યારપછી યોનિનો પૂર્ણતયા વ્યવછેદ થાય છે.
વિવેચન :
સુત્રકારે સ્થાન-૩, ઉદ્દે ૧, સુત્ર-પપમાં ધાન્યની ત્રણ વર્ષની યોનિ સ્થિતિનું સ્થાન-૫, ઉદ્દે.-૩,