________________
| ૧૯૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આચાર્યાદિ ગચ્છના નાયક હોવાથી તેને ગણવર્તી સર્વ સાધુઓનું નેતૃત્વ કરવાનું હોય છે. તેથી શાસન હિત, શાસન પ્રભાવના આદિ વિશિષ્ટ પ્રયોજન વશ તેઓ વિભૂષાના ભાવ રાખ્યા વિના શ્રેષ્ઠતમ વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો ધારણ કરી શકે છે અને વાપરી શકે છે. મત્તપીળાફરે - ભોજન-પાણીનો અતિશય. સામાન્ય રીતે સાધુઓ ગરિષ્ટ પદાર્થોનો આહાર કરતા નથી. પરંતુ આચાર્યાદિને ગચ્છની જવાબદારીનું વહન કરવા માટે કોઈ વિશેષ પ્રકારના આહાર-પાણીની આવશ્યકતા હોય તો સંયમ મર્યાદા અનુસાર પ્રતિદિન વિગયાદિથી યુક્ત સ્નિગ્ધ પદાર્થોનો આહાર કરી શકે છે.
સૂત્રકારનું પ્રસ્તુત કથન આચાર્યાદિ વિશિષ્ટ પદવીધારી સાધકો માટે જ છે. સામાન્ય સાધુઓ માટે તેનું અનુકરણ કરવું હિતાવહ નથી. અન્ય શ્રમણો વસ્ત્રની ઊણોદરી કરતાં બે વસ્ત્ર, એક વસ્ત્ર અને લઘુ વસ્ત્ર આદિ રાખી શકે છે અને ક્ષમતાનુસાર મેલનો પરીષહ સહન કરી શકે છે. તેમ આચાર્ય આદિ કરતા નથી. પ્રસ્તુત બે અતિશયના કથનમાં સૂત્રકારનો અનેકાંત દષ્ટિકોણ પ્રગટ થાય છે. આરંભાદિ આશ્રી સંયમ-અસંયમ - ८० सत्तविहे संजमे पण्णत्ते, तं जहा- पुढविकाइयसंजमे, आउकाइयसंजमे, तेउकाइयसंजमे, वाउकाइयसंजमे, वणस्सइकाइयसंजमे, तसकाइयसंजमे, अजीव- काइयसजमे । ભાવાર્થ - સંયમના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાય સંયમ (૨) અષ્કાય સંયમ (૩) તેઉકાય સંયમ (૪) વાયુકાય સંયમ (૫) વનસ્પતિકાય સંયમ (૬) ત્રસકાય સંયમ (૭) અજીવકાય સંયમ (અજીવ વસ્તુઓનું ગ્રહણ અને ઉપભોગ યતનાથી અને વિવેકપૂર્વક કરવો.) |८१ सत्तविहे असंजमे पण्णत्ते, तं जहा- पुढविकाइय असंजमे जाव अजीव-काइय असंजमे । ભાવાર્થ :- અસંયમના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાય અસંયમ (૨) અપુકાય અસંયમ (૩) તેઉકાય અસંયમ (૪) વાયુકાય અસંયમ (૫) વનસ્પતિકાય અસંયમ (૬) ત્રસકાય અસંયમ (૭) અજીવકાય અસંયમ-અજીવ વસ્તુઓના ગ્રહણ અને પરિભોગમાં યતના કે વિવેક ન રાખવો. ८२ सत्तविहे आरंभे पण्णत्ते, तं जहा- पुढविकाइय आरंभे जाव अजीवकाइय- आरंभे । एवं अणारंभे वि । एवं सारंभे वि, एवं असारंभे वि । एवं समारंभे वि, एवं असमारंभे वि । ભાવાર્થ :- આરંભના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પૃથ્વીકાય આરંભથી અજીવકાર્ય આરંભ. તે જ પ્રમાણે સાત પ્રકારના અનારંભ છે. તે જ પ્રમાણે (પૂર્વે કહ્યા છે તેમ) સાત પ્રકારના સારંભ અને સાત