________________
૧૯૦
શ્રી ઠાણાગ સૂત્ર-૨
મરણના સાત કારણ બતાવ્યા છે. આ સિવાય રક્તક્ષય, કલેશ વૃદ્ધિ, હિમપાત, વજપાત, અગ્નિ, ઉલ્કાપાત, પર્વત અને વૃક્ષાદિ ઉપરથી પડવાથી પણ અકાલમાં આયુષ્યનો ભેદ-વિનાશ થાય છે. કાય, વેશ્યાશ્રિત જીવના પ્રકાર :७१ सत्तविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- पुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, वणस्सइकाइया, तसकाइया, अकाइया ।
अहवा सत्तविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा, तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा, अलेसा । ભાવાર્થ – સર્વ જીવના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેજસ્કાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય (૭) અકાય.
અથવા સર્વ જીવના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશી (૨) નીલલેશી (૩) કાપોતલેશી (૪) તેજોલેશી (૫) પદ્મલેશી (૬) શુકલલેશી (૭) અલેશી. બ્રહ્મદત્ત ચક્રવર્તીની ઊંચાઈ, આયુ - ७२ बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी सत्त धणूई उड्टुं उच्चत्तेणं, सत्त य वाससयाई परमाउं पालइत्ता कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अप्पइट्ठाणे णरए णेरइयत्ताए उववण्णे । ભાવાર્થ :- ચાતુરંત ચક્રવર્તી રાજા બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઊંચા હતા. તે સાતસો વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુના સમયે મૃત્યુ પામીને, નીચે સાતમી નરક પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થયા. મલ્લીનાથ પ્રભુના સહ પ્રવૃજિત રાજાઓ:|७३ मल्ली णं अरहा अप्पसत्तमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तंजहा- मल्ली विदेहरायवरकण्णगा, पडिबुद्धी इक्खागराया, चंदच्छाये अंगराया, रुप्पी कुणालाहिवई, संखे कासीराया, अदीणसत्तू कुरुराया, जितसत्तू पंचालराया। ભાવાર્થ - મલ્લિ અહંત પોતાના સહિત સાતની સંગાથે(છ રાજા અને પોતે સાતમા)મુંડિત થઈને અગારથી અણગારિતામાં પ્રવ્રજિત થયા, તે આ પ્રમાણે છે– (૧) વિદેહરાજાની વરકન્યા મલ્લિ (૨) ઇક્વાકુવંશીય અયોધ્યાના રાજા પ્રતિબુદ્ધિ (૩) અંગ દેશના રાજા ચન્દ્રચ્છાય (૪) કુણાલ દેશના રાજા રુક્મિ (૫) કાશી દેશના રાજા શંખ (૬) કુરુદેશના રાજા અદીનશત્રુ (૭) પંચાલ દેશના રાજા જિતશત્રુ.