________________
સ્થાન- ૭
[ ૧૮ ]
ભાવાર્થ :- સાત લક્ષણોથી સુષમકાળની અવસ્થિતિ જણાય છે, તે આ પ્રમાણે છે– (૧) અકાલમાં વર્ષાનો અભાવ (૨) સમયે વર્ષા (૩) અસાધુઓની પૂજાનો અભાવ (૪) સાધુઓની પૂજા (૫) ગુરુજનો પ્રતિ લોકોનો સવ્યવહાર (૬) મનનું સુખ (૭) વચન વ્યવહારનું સુખ. વિવેચન :
સુષમાકાલ અને દુઃષમાકાલના અન્ય અનેક લક્ષણો છે પરંતુ સાતમું સ્થાન હોવાથી સૂત્રકારે સાત-સાત લક્ષણોનું નિરૂપણ કર્યુ છે. સુષમાકાલ સુખાનુભૂતિજન્ય અને દુઃષમાકાલ દુઃખાનુભૂતિજન્ય લક્ષણોથી યુક્ત હોય છે. સંસારી જીવોના પ્રકાર:६९ सत्तविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- णेरइया, तिरिक्खजोणिया, तिरिक्खजोणिणीओ, मणुस्सा, मणुस्सीओ, देवा, देवीओ। ભાવાર્થ – સંસાર-સમાપત્રક જીવના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક (૨) તિર્યંચ (૩) તિર્યંચાણી (૪) મનુષ્ય (૫) મનુષ્યાણી (૬) દેવ (૭) દેવી. અકાળ મરણના કારણો :७० सत्तविहे आउभेदे पण्णत्ते, तं जहा
__ अज्झवसाण-णिमित्ते, आहारे वेयणा पराघाए ।
फासे आणापाणू, सत्तविहं भिज्जए आउं ॥१॥ ભાવાર્થ :- આયુર્ભેદ (અકાલ-મરણ)ના સાત કારણ છે, તે આ પ્રમાણે છે- (૧) અધ્યવસાનરાગયુક્ત, દ્વેષયુક્ત, ભયયુક્ત આદિ પરિણામોની તીવ્રતા (૨) નિમિત્ત- શસ્ત્રાઘાત આદિનું નિમિત્ત (૩) આહાર- આહારની ન્યૂનાધિકતા અથવા નિરોધ (૪) વેદના- જ્વર, આતંક, રોગ આદિની તીવ્રતા (૫) પરાઘાત- પરના આઘાતથી ખાડા આદિમાં પડી જવું વગેરે બાહ્ય આઘાત. (૬) સ્પર્શ- સર્પાદિના ડિંખ વગેરે સ્પર્શ. (૭) આણપ્રાણ- શ્વાસોશ્વાસનો નિરોધ.
વિવેચન :
આ૩એ- આયુષ્યનો ભેદ એટલે વિનાશ. અકાલ મરણને આયુષ્યભેદ કહે છે. જેમ કોઈ વ્યક્તિ પીપર વગેરે ખાદ્ય પદાર્થને ચગળીને કે મમળાવીને ખાય તો લાંબો સમય ચાલે અને તે જ વસ્તુને કકડાવીને ખાઈ જાય તો અલ્પ સમયમાં ખલાસ થઈ જાય છે. તેમ ધીરે-ધીરે લાંબા સમય સુધીના ભોગ્ય દલિકો અકાલ મૃત્યુ સમયે અંતઃમુહૂર્તમાં ભોગવાઈ જાય છે. સપ્તમ સ્થાનના અનુરોધથી અહીં અકાલ