________________
[ ૧૮૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૨
तं जहा- सेणावइरयणे, गाहावइरयणे वड्डइरयणे, पुरोहियरयणे, इत्थिरयणे, आसरयणे, हत्थिरयणे ।
ભાવાર્થ :- પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાના સાત પંચેન્દ્રિય રત્ન હોય છે, તે આ પ્રમાણે છે
(૧) સેનાપતિ રત્નયુદ્ધનું સંચાલન કરે, નિષ્કટના ખંડ પર વિજય પ્રાપ્ત કરે. (૨) ગાથાપતિ રત્ન- અન્નભંડારના અધિપતિ હોય, ભોજ્ય સામગ્રી ઉત્પન્ન કરે, ધાન્યને શીધ્ર ઉગાડે. (૩) વર્ધકીરત્નવાસ્તુશાસ્ત્રાનુસાર ગ્રામ, ગૃહ, પુલ, પડાવ આદિનું નિર્માણ કરે. (૪) પુરોહિત રત્ન- પુરોહિતનું કામ કરે, શાંતિકર્મ કરે. (૫) સ્ત્રીરત્ન- ચક્રવર્તીને ભોગ્ય હોય. (૬) અશ્વરત્ન- નિષ્કટ વિજયયાત્રા દરમ્યાન સેનાપતિ તેના ઉપર સવારી કરે અને તે વિજય પ્રાપ્ત કરાવે. (૭) હસ્તિરત્ન- તેના ઉપર ચક્રવર્તી સવારી કરે અને તે વિજય પ્રાપ્ત કરાવે.
વિવેચન :
ઉપરોક્ત બે સૂત્રોમાં ચક્રવર્તીના ૧૪ રત્નોના નામ નિર્દેશ છે. તેમાં પ્રથમ સૂત્રમાં સાત એકેન્દ્રિય રત્નોના નામ છે. ચક્ર, છત્ર આદિ પૃથ્વીકાયિક જીવોના શરીરથી નિર્મિત હોવાથી તેને એકેન્દ્રિય કહ્યા છે અને સેનાપતિ આદિ સાત રનમાં પાંચ સંજ્ઞી મનુષ્ય અને બે સન્ની તિર્યંચ છે. તેઓ પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હોવાથી પંચેન્દ્રિય કહ્યા છે. તે ચૌદ રત્નો પોત-પોતાની જાતિમાં સર્વોત્કૃષ્ટ સંપદાવાન અને દેવાધિષ્ઠિત હોય છે માટે તે રત્ન કહેવાય છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ– જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વિક્ષસ્કાર-૩.
દુઃષમા અને સુષમાકાળના લક્ષણ - ६७ सत्तहिं ठाणेहिं ओगाढं दुस्सम जाणेज्जा, तं जहा- अकाले वरिसइ, काले ण वरिसइ, असाहू पुज्जति, साहू ण पुज्जति, गुरुहिं जणो मिच्छं पडिवण्णो, मणोदुहया, वइदुहया । ભાવાર્થ - સાત લક્ષણોથી દુઃષમાકાળની અવસ્થિતિ જણાય છે, તે આ પ્રમાણે છે– (૧) અકાલ વર્ષા (૨) સમયે વર્ષાનો અભાવ (૩) અસાધુઓની પૂજા (૪) સાધુઓની પૂજાનો અભાવ (૫) ગુરુજનો પ્રતિ લોકોનો અસવ્યવહાર (૬) મનમાં ઉદ્વેગ અથવા ખેદ, મનોદુઃખ (૭) વચન-વ્યવહાર સંબંધી દુઃખ, વાચિક દુઃખ. ६८ सत्तहिं ठाणेहिं ओगाढं सुसमं जाणेज्जा, तं जहा- अकाले ण वरिसइ, काले वरिसइ, असाहू ण पुज्जति, साहू पुज्जति, गुरुहिं जणो सम्म पडिवण्णो, मणोसुहया, वइसुहया ।