SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૭ ૧૮૭] परिभासे, मंडलबंधे, चारए, छविच्छेए । ભાવાર્થ - દંડનીતિના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) હકાર- હા, તે આ શું કર્યું? (૨) મકારહવે એવું કરતો નહીં (૩) ધિક્કાર- ધિક્કાર છે તને, તે આવું કર્યું? (૪) પરિભાષ- અલ્પકાળ માટે નજર કેદ કરવા અથવા ક્રોધપૂર્ણ શબ્દથી બેઠા રહેવાનો આદેશ આપવો (૫) મંડલબંધ- નિયત ક્ષેત્રથી બહાર ન જવા દેવાનો આદેશ આપવો (૬) ચારક- જેલ(ખાના)માં બંધ રાખવાનો આદેશ આપવો (૭) છવિચ્છેદ- હાથ, પગ આદિ શરીરના અંગ કાપવાનો આદેશ આપવો. વિવેચન : 13ળી- દંડનીતિ. અપરાધીને શિક્ષા આપવી તેને દંડ કહે છે. દંડરૂપ જે નીતિ તે દંડનીતિ. સાત પ્રકારની દંડનીતિમાંથી પ્રથમની ત્રણ દંડનીતિ કુલકરના સમયમાં પ્રવર્તમાન હતી. પ્રથમના બે કુલકરના સમયમાં હકારનીતિ; ત્રીજા, ચોથા કુલકરના સમયમાં નાના અપરાધ માટે હકાર, નીતિ મોટા અપરાધ માટે મકારનીતિ અને પાંચમા, છઠ્ઠા, સાતમા કુલકરના સમયમાં જઘન્ય અપરાધ માટે હકાર નીતિ, મધ્યમ અપરાધ માટે મકાર નીતિ અને ઉત્કૃષ્ટ અપરાધ માટે ધિક્કાર નીતિ પ્રવર્તમાન હતી. શેષ ચાર નીતિ ચક્રવર્તી ભરતના સમયથી શરૂ થઈ. તદ્ વિષયક ભિન્ન-ભિન્ન વિચારધારા પ્રચલિત છે. (૧) અંતિમ ચાર નીતિમાંથી બે નીતિ પરિભાષ અને મંડલબંધ, ઋષભદેવ સ્વામીએ શરૂ કરી અને અંતિમ બે નીતિ ભરતચક્રીની માણવકનિધિથી શરૂ થઈ. (૨) એક માન્યતા એવી છે કે બંધન, બેડી, માર વગેરે ઋષભદેવના રાજ્યમાં અને મૃત્યુદંડની સજા ભરત રાજાના સમયમાં ચાલુ થઈ. ચક્રવર્તિના રત્ન :६५ एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स सत्त एगिदियरयणा पण्णत्ता, तं जहा- चक्करयणे, छत्तरयणे, चम्मरयणे, दंडरयणे, असिरयणे, मणिरयणे, elefણ- છે . ભાવાર્થ :- પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાના સાત એકેન્દ્રિય રત્ન હોય છે, તે આ પ્રમાણે છે ૧) ચક્રરત્ન- આકાશમાં ચાલતું, ચક્રવર્તીને માર્ગ બતાવે અને વિજય પ્રાપ્ત કરાવે. (૨) છત્રરત્નવૃષ્ટિ, વાયુ, તાપ આદિથી રક્ષા કરે. (૩) ચર્મરત- નાવાકારે પરિણમીને ચક્રવર્તીની સેનાને નદી આદિ પાર કરાવે. (૪) દંડરત્ન- વિષમ ભૂમિ સમ કરે. તિમિસગુફા અને ખંડપ્રપાત ગુફાના દ્વાર ખોલે. (૫) અસિરત્ન- શત્રુઓનો નાશ કરે, પહાડાદિનું ભેદન કરે. (૬) મણિરત્ન- તત્કાલ સૂર્ય જેવો દિવ્ય પ્રકાશ કરે, ભયનું નિવારણ કરે. (૭) કાકણિરત્ન- આલેખિત મંડલાકાર રેખાઓ દ્વારા દીર્ઘકાળ પર્યત સૂર્ય જેવો પ્રકાશ આપે. ६६ एगमेगस्स णं रण्णो चाउरतचक्कवट्टिस्स सत्त पंचिंदियरयणा पण्णत्ता,
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy