________________
૧૮
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
मतंगया य भिंगा, चित्तंगा चेव होंति चित्तरसा । मणियंगा य अणियणा, सत्तमगा कप्परुक्खा य ॥ १ ॥
ભાવાર્થ :- વિમલવાહન કુલકરના સમયમાં સાત પ્રકારના વૃક્ષ નિરંતર ઉપભોગમાં આવતા હતા, તે આ પ્રમાણે છે– (૧) મતંગા-મદાંગક (૨) ભૃગ (૩) ચિત્રાંગ (૪) ચિત્રરસ (૫) મથંગ (૬) અનગ્નક (૭) સાતમું કલ્પવૃક્ષ.
વિવેચન :
કુલર :- કુળ મર્યાદાના વ્યવસ્થાપક હોય તે કુલકર કહેવાય છે.
ઋષભદેવ ભગવાનની પૂર્વે યુગલિક વ્યવસ્થા હતી. તેમાં કુળ, વર્ગ, જાતિ વગેરે કાંઈ ન હતું. કાળ પરિવર્તન સાથે તે વ્યવસ્થા તૂટવા લાગી અને કુળ વ્યવસ્થાનો વિકાસ થયો. લોકો 'કુળ'ના રૂપે સંગઠિત થઈ રહેવા લાગ્યા. કુળના મુખી ‘કુલકર’ નામે ઓળખાવા લાગ્યા. તે કુળના અધિપતિ કહેવાતા, તે કુળની સંપૂર્ણ વ્યવસ્થા જાળવતા હતા. અપરાધીને દંડ આપવાનો તેને અધિકાર હતો. સાત કુલકરના નામાદિની વિગત પ્રસ્તુત સૂત્રોમાં આપી છે.
વિમલવાહન નામના પ્રથમ કુલકરના સમયમાં ઉપભોગ યોગ્ય સાત પ્રકારના વૃક્ષ હતા. મતંગયા. મતંગક, અહીં મન' પદથી આનંદજનક પેય પદાર્થો, ગ્રહિત છે. આનંદદાયક પેય વસ્તુ જેના અંગભૂત છે, તેવા પદાર્થો આપનારા વૃક્ષ. મિના− શૃંગાર વગેરે વિવિધ પાત્રો આપનારા વૃક્ષ. વિતા– વિવિધ પ્રકારની માળા આપનારા વૃક્ષ. વિત્તરતા– મધુરાદિ વિવિધ રસ આપનારા વૃક્ષ. મળિયા– મણિમય આભૂષણ આપનારા વૃક્ષ. અળિયા–અનગ્ન-વિવિધ પ્રકારના વસ્ત્રો આપનારા વૃક્ષ. સત્તમા ખાવાનું સાતમું કલ્પવૃક્ષ. ઇચ્છિત વસ્તુ(પરિશેષ સર્વ વસ્તુ)આપનાર વૃક્ષને કલ્પવૃક્ષ કહે છે.
શ્રી જીવાભિગમ સૂત્રમાં યુગલિકકાલના દશ પ્રકારના વૃક્ષનું વિસ્તૃત વર્ણન છે. અહીં સાતમું ચાન હોવાથી સૂત્રકારે સાત પ્રકારના વૃક્ષનું કથન કર્યું છે. તેમાં સાતમા પ્રકારના વૃક્ષનું નામ જ કલ્પવૃક્ષ છે.
ક્રમશઃ યુગલિકકાલ પૂર્ણ થઈ રહ્યો હોય ત્યારે વૃક્ષની સંખ્યા અને તેનો પ્રભાવ પણ ક્રમશઃ ક્ષીણ થાય છે. પ્રથમ કુલકર વિમલવાહનના સમયમાં કાલ પ્રભાવે જ અંતિમ ચાર પ્રકારના વૃક્ષનો અભાવ થઈ જાય છે. પરંતુ તે ચારે વૃક્ષો દ્વારા પ્રાપ્ત થતાં પદાર્થોની પૂર્તિ માટે સાતમા પ્રકારનું વૃક્ષ ક્ષેત્ર સ્વભાવથી અથવા દેવ પ્રભાવથી ઉત્પન્ન થાય છે. તે વૃક્ષ ચારે વૃક્ષ દ્વારા પ્રાપ્ત થતાં પદાર્થોની પૂર્તિ કરે છે. તેથી અહીં સૂત્રકારે સાતમા પ્રકારના વૃક્ષને 'કલ્પવૃક્ષ' નામે પ્રરૂપિત કર્યું છે. વ્યાખ્યાગ્રંથો અનુસાર તે દેવાધિષ્ઠિત હોય છે. દંડનીતિ -
|
૬૪ સત્તવિહા વેંડળીફ પળત્તા, તેં નહીં- હો, મારે, ચિત્તે,