________________
સ્થાન- ૭
૧૯૧ ]
દર્શનના સાત પ્રકાર:७४ सत्तविहे दंसणे पण्णत्ते, तं जहा- सम्मइंसणे, मिच्छदसणे, सम्मामिच्छदसणे, चक्खुदंसणे, अचक्खुदंसणे, ओहिदसणे, केवलदसणे । ભાવાર્થ :- દર્શનના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સમ્યગ્દર્શન- વસ્તુના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા (૨) મિથ્યાદર્શન- વસ્તુના સ્વરૂપની અયથાર્થ શ્રદ્ધા (૩) સમ્યમ્મિગ્લાદર્શન- યથાર્થ અને અયથાર્થ રૂપ મિશ્ર શ્રદ્ધા (૪) ચક્ષુ દર્શન- ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત આંખ દ્વારા પદાર્થોને જોવા, (૫) અચક્ષુ દર્શન- અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત આંખ સિવાયની શેષ ઇન્દ્રિયો અને મનથી પદાર્થોને પરોક્ષ રીતે જોવા (૬) અવધિ દર્શન– અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપમશથી ઇન્દ્રિયોની સહાયતા વિના આત્માથી રૂપી પદાર્થોને જોવા (૭) કેવલદર્શન- કેવલ દર્શનાવરણીય કર્મના ક્ષયથી સમસ્ત પદાર્થોને જોવા. વિવેચન :વંસ - દર્શન શબ્દના અનેક અર્થ છે. શ્રદ્ધા, સામાન્ય બોધ, જોવું વગેરે અર્થમાં દર્શન શબ્દ પ્રયુક્ત થાય છે. પ્રસ્તુત સૂત્રમાં સાત અને સ્થાન-૮, સૂત્ર-૪૧માં સ્વપ્નદર્શન સહિત આઠ પ્રકારના દર્શનનો ઉલ્લેખ છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર, દર્શનમોહનીય કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમાદિ સાથે સંબંધિત છે અને ત્યાર પછીના ચાર પ્રકાર, દર્શનાવરણીય કર્મના ક્ષય, ક્ષયોપશમાદિ સાથે સંબંધિત છે. છદ્મસ્થ-વીતરાગીને કર્મોનો ઉદય:७५ छउमत्थ-वीयरागेणं मोहणिज्जवज्जाओ सत्त कम्मपयडीओ वेएइ, तंजहाનાણાવરળિw, સાવરબ્લિ,
વેજ્ઞ, સાડ, , નોય, અંતરાડ્યા ભાવાર્થ :- છદ્મસ્થ વીતરાગી (૧૧મા તથા ૧૨મા ગુણસ્થાનવર્તી) સાધુ મોહનીય કર્મને છોડીને શેષ સાત કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) આયુષ્ય (૫) નામ (૬) ગોત્ર (૭) અંતરાય. છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :७६ सत्त ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकाय, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सई, गंध।
एयाणि चेव उप्पण्णणाण दसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीर-पडिबद्धं, परमाणुपोग्गलं, सई, गंधं ।