________________
સ્થાન- ૭.
[ ૧૭૯]
અવિઘુષ્ટ ગુણ- નિયત અથવા નિયમિત સ્વરથી ગાવું. મોટો અવાજ ન કરવો (૬) મધુર ગુણ- મધુર સ્વરથી ગાવું (૭) સમગુણ-તાલ-વીણા આદિનું અનુસરણ કરતાં ગાવું (૮) સલલિતગુણ- લલિતકોમલ લયથી ગાવું. liai.
ગીતના બીજા પણ આઠ ગુણ આ પ્રમાણે છે– (૧) ઉરો વિશુદ્ધ- જે સ્વર ઉરઃસ્થલમાં વિશાળ થાય છે (૨) કંઠ વિશુદ્ધ- જે સ્વર કંઠમાં ફાટતો નથી (૩) શિરો વિશુદ્ધ- જે સ્વર મસ્તકથી ઉત્પન્ન થઈ નાસિકામાં મિશ્રિત થતો નથી (૪) મૃદુ- જે રાગ કોમલ સ્વરથી ગવાય છે (૫) રિભિત- જે ગીતમાં સ્વરોનું ઘોલન હોય છે (૬) પદબદ્ધ- ગેય પદોની નિબદ્ધ રચના. જે ગીતમાં પદોની રચના વિશિષ્ટ હોય છે. (૭) સમતાલ પદોન્સેપ- જેમાં તાલ, ઝાંઝ આદિ વાધધ્વનિ અને નર્તકના પાદ નિક્ષેપ આ બધું સમ હોય, અર્થાત્ એક બીજા સાથે મેળ માં હોય છે. (૮) સત સ્વર સીભર–જેમાં સાત સ્વર તંત્રી આદિ સમ હોય છે. ilણા
સપ્તસ્વર સીભરની વ્યાખ્યા આ પ્રકારે છે– (૧) તન્નીસમ– તંત્રી સ્વરોની સાથે-સાથે ગવાતું ગીત (૨) તાલસમ- તાલ-વાદનની સાથે-સાથે ગવાતું ગીત (૩) પાદસમ- સ્વરને અનુકૂળ નિર્મિત ગેયપદ અનુસાર ગવાતું ગીત (૪) લયસમ– વીણા આદિને આહત કરી જે લય ઉત્પન્ન થાય તદનુસાર ગવાતું ગીત (૫) ગ્રહસમ- વીણા આદિના સ્વરાનુસાર ગવાતું ગીત (૬) નિઃશ્વસિસોચ્છવસિત સમશ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત (૭) સંચારસમ- સિતાર આદિ સાથે ગવાતું ગીત. આ રીતે ગીતના સ્વરતંત્રી આદિ સાથે સંબંધિત થઈ સાત પ્રકાર થાય છે. દા.
ગેયપદના ગુણ :
णिदोसं सारवंतं च, हेउजुत्तमलंकियं । ४२
__उवणीयं सोवयारं च, मियं मधुरमेव य ॥९॥ ભાવાર્થ:- ગેય પદના આઠ ગુણ આ પ્રકારે છે– (૧) નિર્દોષ બત્રીશ દોષ રહિત હોવું (૨) સારવત્તસારભૂત અર્થથી યુક્ત હોવું (૩) હેતુ યુક્ત- અર્થ સાધક હેતુથી સંયુક્ત હોવું (૪) અલંકૃત- કાવ્યગત અલંકાર યુક્ત હોવું (૫) ઉપનીત- ઉપસંહારથી યુક્ત હોવું (૬) સોપચાર- કોમલ, અવિરુદ્ધ અને અલજ્જનીય અર્થનું પ્રતિપાદન કરવું અથવા વ્યંગ કે હાંસીથી સંયુક્ત હોવું (૭) મિત– અલ્પ પદ અને અલ્પ અક્ષરવાળા હોવું (૮) મધુર- શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પ્રિય હોવું. lલા ગીતના વૃત્ત-છંદ
सममद्धसमं चेव, सव्वत्थ विसमं च जं । ૪૩
तिण्णि वित्तप्पयाराई, चउत्थं णोवलब्भइ ॥१०॥ ભાવાર્થ - વૃત્ત- છન્દના ત્રણ પ્રકાર છે– (૧) સમ- જેમાં ચરણ અને અક્ષર સમાન હોય અર્થાતુ ચાર ચરણ હોય અને તેમાં ગુરૂ-લઘુ અક્ષર પણ સમાન હોય અથવા જેના ચારે ચરણ સમાન હોય (૨) અર્ધસમ- જેમાં ચરણ અથવા અક્ષરમાંથી કોઈ એક સમ હોય અથવા વિષમ ચરણ હોવા છતાં તેમાં