________________
૧૭૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
૪૦
ભાવાર્થ :- (૧) સાત સ્વર કયાંથી ઉત્પન્ન થાય છે? (૨) ગીતની યોની કઈ છે? (૩) ગીતનો ઉચ્છવાસકાળ કેટલા સમયનો છે? (૪) ગીતના આકાર કેટલા હોય છે? Il1I
(૧) સાત સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. (૨) ગીતની યોનિ રુદન છે. (૩) પાદસમ જેટલો ગીતનો ઉચ્છવાસકાળ છે. અર્થાત્ છંદનું કોઈ એક ચરણ ગાતા એક ઉચ્છવાસ જેટલો સમય લાગે છે. (૪) ગીતના ત્રણ આકાર હોય છે. આદિમાં મૃદુ, મધ્યમાં તીવ્ર અને અંતમાં મંદ. /ર-૩ ગાયકની યોગ્યતા :१० छद्दोसे अट्ठगुणे, तिण्णि य वित्ताइं दो य भणिइओ ।
जो णाहिइ सो गाहिइ, सुसिक्खिओ रंगमज्झम्मि ॥४॥ ભાવાર્થ:- ગીતના છ દોષ, આઠ ગુણ, ત્રણ વત્ત(પદ્ય) અને બે ભણિતિઓ(ભાષાઓ) હોય છે. જે તેને જાણે છે તે જ સુશિક્ષિત વ્યક્તિ રંગમંચ ઉપર ગાઈ શકે છે. llll. ગીતના દોષઃ
भीयं दुयं रहस्सं, गायंतो मा य गाहि उत्तालं ।
काकस्सरमणुणासं च, होति गेयस्स छद्दोसा ॥५॥ ભાવાર્થ :- ગીતના છ દોષ આ પ્રમાણે છે– (૧) ભીત દોષ- ડરતા-ડરતા ગાવું (૨) કૂત દોષશીઘ્રતાથી ગાવું (૩) હ્રસ્વ દોષ- શબ્દને લઘુ બનાવીને ગાવું (૪) ઉત્તરાલ દોષ- તાલ અનુસાર ન ગાવું (૫) કાકસ્વર દોષ- કાગડાની જેમ કર્ણક સ્વરથી ગાવું (૬) અનુનાસ દોષ- નાકના સ્વરથી ગાવું. ગીતના ગુણ:४१
पुण्णं रत्तं अलंकियं च, वत्तं तहा अविघुटुं । महुरं समं सुललियं, अट्ठ गुणा होति गेयस्स ॥६॥ उर-कंठ-सिर-विसुद्धं च, गेज्जते मिऊ-रिभिय-पदबद्धं । समतालपदुक्खेवं, सत्तसरसीहरं गेयं ॥७॥ तंतिसमं तालसमं, पादसमं लयसमं गहसमं च ।
णीससिय ऊससियसम, संचारसमा सरा सत्त ॥८॥ ભાવાર્થ :- ગીતના ૮ ગુણ આ પ્રમાણે છે– (૧) પૂર્ણ ગુણ- સ્વરના આરોહ-અવરોહ આદિથી પરિપૂર્ણ ગાવું (૨) રક્તગુણ- ગાયક અને શ્રોતા ગવાતા રાગમાં મસ્ત બની જાય તેમ રાગથી ભાવિત થઈ ગાવું (૩) અલંકૃત ગુણ– વિવિધ શુભ સ્વરોથી સંપન્ન થઈ ગાવું (૪) વ્યક્ત ગુણ- સ્પષ્ટ રીતે ગાવું (૫)