________________
૧૭૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ – બાદર વાયુકાયિક જીવના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વવાયુ પૂર્વ દિશાનો વાયુ (૨) પશ્ચિમવાયુ (૩) દક્ષિણવાયુ (૪) ઉત્તરવાયુ (૫) ઊર્ધ્વવાયુ (૬) અધોવાયુ (૭) વિદિશાવાયુ. અજીવ સંસ્થાન :૨૬ સર સંતાન પછUTT, તં નહીં- હીરે, રહસે, વદે, સંસે, વરસે, पिहुले, परिमंडले । ભાવાર્થ :- સંસ્થાન (આકાર)ના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દીર્ઘ-લાંબુ (૨) હૃસ્વ (૩) ગોળાકાર-નારંગી જેવું. (૪) ત્રિકોણ (૫) ચોરસ (૬) સ્થૂલ-જાડું, ઘનાકાર (૭) પરિમંડલ- વલયાકાર, ચૂડીના આકારે ગોળ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અજીવ સંસ્થાનનું કથન છે. અજીવમાં વૃત્તાદિ પાંચ સંસ્થાન હોય છે. હૃસ્વ અને પૃથલ સંસ્થાન સાપેક્ષ છે. સાતમું સ્થાન હોવાથી તે બે સંસ્થાન સહિત અહીં સાત સંસ્થાનનું નિરૂપણ છે.
ભય સ્થાન :|१७ सत्त भयट्ठाणा पण्णत्ता, तं जहा- इहलोगभए, परलोगभए, आदाणभए, अकम्हाभए, वेयणभए, मरणभए, असिलोगभए । ભાવાર્થ :- ભય સ્થાનના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઇહલોક ભય- સજાતીયભય. જેમ કે– મનુષ્યને મનુષ્યનો ભય, તિર્યંચને તિર્યંચનો ભય. (૨) પરલોક ભય- વિજાતીયનો ભય. મનુષ્યને તિર્યંચનો ભય. તિર્યંચને મનુષ્યનો ભય. (૩) આદાન ભય- સંપત્તિ આદિના અપહરણનો, ચોરીનો ભય. (૪) અકસ્માત્ ભય- બાહ્ય નિમિત્ત વિના ઉત્પન્ન થતો ભય, પોતાના જ વિચારથી ઉત્પન્ન થતો ભય. (૫) વેદના ભય- રોગ, પીડા આદિનો ભય (૬) મરણ ભય- મૃત્યુનો ભય (૭) અશ્લોક ભયઅપકીર્તિનો ભય.
વિવેચન :
મયકાળઃ- ભય મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્મ પરિણામના સ્થાન-આશ્રયને ભયસ્થાન કહે છે. તેના સાત પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે. છદ્મસ્થ અને કેવળીના લક્ષણો - |१८ सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तं जहा- पाणे अइवाएत्ता भवइ । मुसं वइत्ता भवइ । अदिण्णं आदित्ता भवइ । सद्दफरिसरसरूवगंधे आसाएत्ता भवइ ।