________________
સ્થાન- ૭.
[ ૧૬૯]
આ સાત આકાશાન્તર ઉપર સાત તનુવાત પ્રતિષ્ઠિત છે. આ સાત તનુવાત ઉપર સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. આ સાત ઘનવાત ઉપર સાત ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. આ સાત ઘનોદધિ ઉપર ફૂલની ટોપલી જેવા પહોળા સંસ્થાનવાળી સાત પૃથ્વી છે, યથા– પહેલી યાવત્ સાતમી પૃથ્વી. १३ एयासि णं सत्तण्ह पुढवीणं सत्त णामधेज्जा पण्णत्ता, तं जहा- घम्मा, વસા, સેના, ના, રિફા, મા, માધવ ! ભાવાર્થ - આ સાત પૃથ્વીના નામ આ પ્રમાણે છે- (૧) ઘમા (૨) વંશા (૩) શેલા (૪) અંજના (૫) રિષ્ટા (૬) મઘા (૭) માઘવતી.
१४ एयासि णं सत्तण्डं पुढवीणं सत्त गोत्ता पण्णत्ता, तं जहा- रयणप्पभा, સરપ્રભા, વાસુયપ્નમા, પપ્પા , ધૂમખ્વમા, તમા, તમતમાં ! ભાવાર્થ :- આ સાત પૃથ્વીઓના સાત ગોત્ર આ પ્રમાણે છે– (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમ પ્રભા (૬) તમઃ પ્રભા (૭) તમસ્તમાં પ્રભા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરક એક બીજા ઉપર કેવી રીતે પ્રતિષ્ઠિત છે, તે દર્શાવ્યું છે. પ્રથમ નરક પૃથ્વીની નીચે ઘનોદધિ છે, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત, તેની નીચે આકાશ અને તેની નીચે બીજી નરક પૃથ્વી છે. આ રીતે એક પછી એક નરક પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ આ રીતે ક્રમથી ગોઠવાયેલા છે, તે પરસ્પર આધારિત છે, એક બીજા ઉપર પ્રતિષ્ઠિત છે. સ્થાન ૩, ૪, ૬, ૮માં ક્રમશઃ ત્રણ, ચાર, છ અને આઠ પ્રકારની લોકસ્થિતિરૂપે આ વર્ણન છે. અહીં અધોલોકની સ્થિતિરૂપે તે જ વર્ણન છે.
પહેલી નરક કરતાં બીજી, બીજી કરતાં ત્રીજી તે રીતે નરક પૃથ્વીઓ ક્રમશઃ વિસ્તૃત છે. તેથી તેનો આકાર ફૂલની ટોપલી જેવો લાગે છે. પિંડન-પિત્ત-સંડાળાંડિયેગો – પિંડલક એટલે ફૂલની ટોપલી, તેના જેવી પૃથુલ(fપદુત) નીચે-નીચે વિસ્તૃત આકારવાળી નરક ભૂમિઓ છે. પાઠાંતર છત્તાતિસ્કરસંડાયિાઓ છે. તેનો અર્થ છે- છત્ર ઉપર છત્ર, તેવા ઉપરા-ઉપરી સાત છત્ર જેવો તેનો આકાર છે. તેમાં નીચેનું છત્ર સહુથી મોટું, ઉપર ઉપર ક્રમશઃ નાના છત્ર હોય તેવો સાત પૃથ્વીઓનો આકાર છે. બાદર વાયુકાયના પ્રકાર:१५ सत्तविहा बायरवाउकाइया पण्णत्ता, तं जहा- पाईणवाए, पडीणवाए, दाहिणवाए, उदीणवाए, उड्ढवाए, अहेवाए, विदिसिवाए ।