________________
૧૬૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
पालिया सोहिया तीरिया किट्टिया आराहिया यावि भवइ । ભાવાર્થ :- સપ્ત-સમિકા (૭x૭) ભિક્ષુ પ્રતિમા ૪૯ દિવસ-રાત તથા ૧૯૬ ભિક્ષાદત્તિઓ દ્વારા યથાસૂત્ર, યથાકલ્પ, યથાતથ્ય, યથામાર્ગ, સમ્યક્ પ્રકારે કાયાથી આચરિત, પાલિત, શોધિત, પૂરિત, કીર્તિત અને આરાધિત કરાય છે. વિવેચન :fબજપતિમા :- સંયમની ઉત્કૃષ્ટ આરાધના માટે ધારણ કરાતા વિશેષ પ્રકારના અભિગ્રહ અથવા પ્રતિજ્ઞાને ભિક્ષુ પડિયા કહે છે. પ્રસિદ્ધ એવી ભિક્ષુની ૧૨ પડિમાથી ભિન્ન પડિમાનું અહીં કથન છે.
શ્રી અંતગડ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં ચાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. તેમાં સપ્ત સપ્તમિકા નામે પ્રથમ ભિક્ષુ પ્રતિમા છે, તેનું અહીં વર્ણન છે. સપ્ત સપ્તમિકા પ્રતિમા સાત સપ્તાહમાં પૂર્ણ થાય છે. તેના આરાધક મુનિ દત્તિની સંખ્યા પ્રમાણે આહાર-પાણી ગ્રહણ કરે છે, એક જ ધારથી પ્રાપ્ત થતાં આહાર અને પાણીને એક દત્તિ કહે છે.
આ પ્રતિમાના આરાધક પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક દત્તિ આહાર અને એક દત્તિ પાણીને ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી ગ્રહણ કરે છે. ત્રીજા સપ્તાહમાં ત્રણ-ત્રણ દત્તિ આહાર અને પાણી ગ્રહણ કરે છે. તે રીતે અનુક્રમે સાતમા સપ્તાહમાં આહાર-પાણીની સાત-સાત દત્તિ ગ્રહણ કરે છે.
આ રીતે ગણના કરતાં પ્રથમ સપ્તાહમાં ૭૪૧ = ૭ દત્તિ, બીજા સપ્તાહમાં ૭૮૨ = ૧૪ દત્તિ, ત્રીજા સપ્તાહમાં ૭૪૩ = ૨૧, ચોથા સપ્તાહમાં ૭૪૪ = ૨૮, પાંચમા સપ્તાહમાં ૭૪૫ = ૩૫, છઠ્ઠા સપ્તાહમાં ૭૪૬ = ૪૨ અને સાતમા સપ્તાહમાં ૭x૭ = ૪૯ દત્તિ થાય છે; તે સર્વે મળીને સાત સપ્તાહના ૪૯ દિવસમાં ૧૯૬ દત્તિ થાય છે. અધોલોક સ્થિતિઃ१२ अहेलोगे णं सत्त पुढवीओ पण्णत्ताओ । सत्त घणोदहीओ पण्णत्ताओ । सत्त घणवाया पण्णत्ता । सत्त तणुवाया पण्णत्ता । सत्त ओवासंतरा पण्णत्ता । ___ एएसु णं सत्तसु ओवासंतरेसु सत्त तणुवाया पइट्ठिया । एएसु णं सत्तसु तणुवाएसु सत्त घणवाया पइट्ठिया । एएसु णं सत्तसु घणवाएसु सत्त घणोदही पइट्ठिया । एएसु णं सत्तसु घणोदहीसु पिंडलग-पिहुल-संठाण-संठियाओ सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा- पढमा जाव सत्तमा । ભાવાર્થ :- અધોલોકમાં સાત પૃથ્વી છે, સાત ઘનોદધિ છે, સાત ઘનવાત છે, સાત તનુવાત છે, સાત આકાશાન્તર(આકાશ) છે.