________________
સ્થાન- ૭.
૧૬૭ |
સ્થાનની યાચના કરીશ નહીં પરંતુ બીજા દ્વારા યાચિત સ્થાનમાં રહીશ. (૫) હું મારા માટે સ્થાનની યાચના કરીશ પરંતુ બીજા માટે નહીં. (૬) શય્યાતરને ત્યાં પરાળ (ઘાસ) આદિ સહજ પ્રાપ્ત થશે તો લઈશ, અન્યથા ઉકડૂ, નૈષધિકાદિ આસને બેસીને રાત વ્યતીત કરીશ. (૭) શય્યાતરને ત્યાં સહજ ઢાળેલા લાકડાના પાટીયા વગેરે પ્રાપ્ત થશે તો લઈશ. અન્યથા ઉકડુ આદિ આસનથી બેઠા બેઠા જ રાત વ્યતીત કરીશ. અવગ્રહ સંબંધી ઉપરોક્ત સર્વ પ્રતિજ્ઞાઓનો સ્વીકાર ગુરુની આજ્ઞાપૂર્વક થાય છે. તેનો સમાવેશ વૃત્તિસંક્ષેપ તપમાં થાય છે.
આચાર-ચૂલા :
सत्त सत्तिक्कया पण्णत्ता । ભાવાર્થ :- સાત સમેકકા કહ્યા છે. વિવેચન :
આચાર ચૂલાની બીજી ચૂલિકામાં ઉદ્દેશક રહિત સાત અધ્યયન છે. તેમાં ઉદ્દેશક ન હોવાથી તે બધા એક સમાન છે. પ્રત્યેક અધ્યયનના નામ સપ્ત એકક છે.
તે નામ આ પ્રમાણે છે– (૧) સ્થાનસર્મકકા (૨) નૈષધિકી સમૈકકા (૩) ઉચ્ચાર પ્રસવણવિધિ સમૈકકા (૪) શબ્દ સર્તકકા (૫) રૂપ સર્તકકા (૬) પરક્રિયા સર્મકકા (૭) અન્યોન્ય ક્રિયા સર્મકકા. તેનું વિશેષ વિવરણ આચારાંગ સૂત્રથી જાણવું.
સૂત્રકૃતાંગ સૂત્રના સાત અધ્યયન :|१० सत्त महज्झयणा पण्णत्ता ।
ભાવાર્થ :- સાત મહાન અધ્યયન કહ્યા છે.
વિવેચન :
સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયન છે. તે પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોની અપેક્ષાએ મોટા હોવાથી તેને મહાન અધ્યયન કહે છે.
સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમા :|११ सत्त-सत्तमिया णं भिक्खुपडिमा एगुणपण्णाए राइदिएहिं एगेण य छण्णउए णं भिक्खासएणं अहासुत्तं अहाकप्पं अहातच्चं अहामग्गं सम्मं कारणं फासिया