________________
[ ૧s |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આદેશ અર્થાત્ શ્રદ્ધા પ્રરૂપણા સંબંધી આદેશને ધારણા કહેવાય છે. જે ગચ્છમાં આજ્ઞા, ધારણા, સારણા, વારણા નથી, તે ગચ્છ સંયમી દ્વારા પરિત્યાજ્ય બની જાય છે.
આહાર, પાણી અને સ્થાન સંબંધી પડિમાઓ :
८ सत्त पिंडेसणाओ पण्णत्ताओ । सत्त पाणेसणाओ पण्णत्ताओ । सत्त उग्गह- पडिमाओ पण्णत्ताओ । ભાવાર્થ - પિડેષણાના સાત પ્રકાર છે. પાણેષણાના સાત પ્રકાર છે. અવગ્રહ પ્રતિમાના સાત પ્રકાર છે. વિવેચન :
પિકા - પિંડ એટલે આહાર અને એષણા એટલે અન્વેષણ. સાધુના આહાર અન્વેષણ સંબંધી
અર્થાતુ આહાર ગ્રહણ કરવા સંબંધી વિવિધ અભિગ્રહોને પિંડેષણા કહે છે. શ્રી આચારાંગ સૂત્રમાં તેનું વિસ્તૃત કથન છે. અહીં સાતની સંખ્યા માત્રથી સંક્ષિપ્ત કથન છે.
સાત પ્રકારની પિૐષણા આ પ્રમાણે છે– (૧) સંસૃષ્ટપિડેષણા- હાથ અથવા કડછી આદિ સાધન ખાદ્ય વસ્તુથી લિપ્ત હોય, તેવા દાતા પાસેથી આહાર લેવો. (૨) અસંસૃષ્ટ પિંડેષણા- હાથ અથવા કડછી આદિ ખાદ્ય પદાર્થથી અલિપ્ત હોય (ખરડાયેલા ન હોય), તેવા દાતા પાસેથી આહાર લેવો. (૩) ઉધત પિંડેષણા- જેમાં રસોઈ બનાવી છે, તે પાત્રમાંથી કાઢી, અન્ય વાસણમાં આહાર રાખ્યો હોય તે આહાર લેવો. (૪) અલ્પલપિક પિંડેષણા- રૂક્ષ આહાર લેવો. (૫) અવગ્રહિત પિંડેષણા- જમવા માટે પીરસાતો આહાર લેવો. (૬) પ્રગ્રહિત પિડેષણા- જમવા માટે પીરસેલો અને વ્યક્તિ દ્વારા જમવા માટે ગ્રહણ કરાયેલો આહાર લેવો. (૭) ઉઝિતધર્મા પિંડેષણા- ઘરના લોકો જમી લે, ત્યાર પછી વધેલો અને ફેંકવા યોગ્ય આહાર લેવો. પાસળ :- પીવા યોગ્ય પાણી આદિની ગવેષણાને પાણેસણા કહે છે. તેના પણ સાત પ્રકાર પિંડેષણાની સમાન જાણવા. પરંતુ તેમાં ચોથી અલ્પલેખિક પાણેષણામાં વિશેષતા છે.
અલ્પલંપિક પાણેસણા - અહીં અલ્પ શબ્દ અભાવ અર્થમાં છે. જે પાણીથી પાત્ર ખરડાય નહીં, બીજા પાણીથી તે પાત્રને ધોવું ન પડે તેવું પાણી લેવું. યથા- ગરમ પાણી, રાખ, ચૂના આદિનું ધોરણ પાણી આદિ.
૩૬ ડિમાઓ :- ઉપાશ્રય અથવા કોઈ સ્થાન પ્રાપ્તિ સંબંધી પ્રતિજ્ઞાને અવગ્રહ પ્રતિમા કહેવાય છે. તેના સાત પ્રકાર આ પ્રમાણે છે– (૧) હું અમુક પ્રકારના સ્થાનમાં રહીશ, બીજા સ્થાનમાં નહીં. (૨) હું અન્ય સાધુઓ માટે સ્થાનની યાચના કરીશ તથા બીજા દ્વારા યાચિત સ્થાનમાં પણ રહીશ. (૩) હું બીજા માટે સ્થાનની યાચના કરીશ પરંતુ બીજા દ્વારા યાચિત સ્થાનમાં રહીશ નહીં. (૪) હું બીજા માટે