________________
સ્થાન- ૭.
૧૬૫ |
भवइ । आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाए धारेइ ते काले-काले णो सम्म- मणुप्पवाइत्ता भवइ । आयरिय-उवज्झाए णं गणं सि गिलाणसेहवेयावच्चं णो सम्म-मब्भुट्ठित्ताभवइ । आयरिय-उवज्झाए णं गणंसि अणापुच्छियचारि यावि हवइ, णो आपुच्छियचारी । आयरिय-उवज्झाए णं गणसि अणुप्पण्णाई उवगरणाई णो सम्म उप्पाइत्ता भवइ ।आयरिय-उवज्झाए णं गणंसि पच्चुप्पण्णाणं उवगरणाणं णो सम्म सारक्खेत्ता संगोवेत्ता भवइ । ભાવાર્થ :- આચાર્ય અને ઉપાધ્યાય માટે ગણમાં સાત અસંગ્રહ સ્થાન-જ્ઞાન હાનિ અને શિષ્યાદિની હાનિના કારણો છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા અને ધારણાનું સમ્યકુ સંચાલન કરી ન શકે. (૨) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં દીક્ષા પર્યાયના ક્રમથી શ્રમણોમાં વિનય, વંદન વ્યવહાર કરાવી ન શકે. (૩) આચાર્ય અને ઉપાધ્યાય ઉપસ્થિત શ્રુતજ્ઞાન અને તેના અર્થ, પરમાર્થને ધારણ કરે છે, જાણે છે તેની યથાસમયે સમ્યક્ રીતે વાચના ન આપે. (૪) આચાર્ય અને ઉપાધ્યાય રોગી, નવદીક્ષિત સાધુઓની વૈયાવૃજ્યાદિ માટે સમ્યક્ પ્રકારે, સમુચિત વ્યવસ્થા ન કરે. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ગણને(સ્થવિર કે વડીલ શ્રમણોને) પૂછ્યા વિના અન્યત્ર વિહાર કરે. તેમજ ગણમાં વિચારણા કરવા યોગ્ય વિષયોની સ્થવિરો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના પોતાની ઇચ્છા પ્રમાણે કરે. (૬) આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ ઉપકરણોની પ્રાપ્તિનું ધ્યાન ન રાખે. (૭) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પૂર્વ ઉપલબ્ધ ઉપકરણોનું સમ્યક પ્રકારે સંરક્ષણ કે સંગોપન ન કરે. વિવેચન :
એક ગણમાં રહેતા સર્વ સાધુઓના સાધક જીવનનો સર્વાગી વિકાસ થાય અને ગણમાં શાંતિ સમાધિ જળવાઈ રહે તે માટે સૂત્રકારે અહીં આચાર્યાદિને માટે સાત સંગ્રહસ્થાનનું કથન કર્યું છે.
પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં આચાર્ય-ઉપાધ્યાયના વિગ્રહ અવિગ્રહ સ્થાનરૂપે પાંચ કારણ પ્રદર્શિત કર્યા છે. તે પાંચ સ્થાન તથા ઉપકરણ પ્રાપ્તિ અને ઉપકરણ સંરક્ષણ, આ બે સ્થાન સહિત અહીં સાત સ્થાનને સંગ્રહસ્થાન-અસંગ્રહસ્થાન કહ્યા છે. સ્થાન-૫, ઉદ્-૨, સૂત્ર-૬૩માં આચાર્યાદિના ગણ પરિત્યાગના પાંચ કારણમાંથી પ્રથમના ત્રણ કારણનું પ્રથમના ત્રણ અસંગ્રહ સ્થાનરૂપે અહીં કથન છે. સંદર્ભસંધાદા - સંગ્રહ એટલે વૃદ્ધિ, અસંગ્રહ એટલે હાનિ.ગચ્છમાં જ્ઞાન વૃદ્ધિ અને શિષ્યાદિની વૃદ્ધિના કારણોને સંગ્રહસ્થાન કહે છે તથા હાનિના કારણોને અસંગ્રહસ્થાન કહે છે. જો આચાર્ય ગચ્છમાં આજ્ઞાદિનું પાલન, વંદનાદિ વ્યવહારનું સમ્યગુરીતે પાલન કરાવી શકે તો ગણમાં જ્ઞાન વૃદ્ધિ અને સાધુઓની સંખ્યા વૃદ્ધિ થાય. અન્યથા જ્ઞાનાદિ ક્ષીણ થતાં જાય છે. આમાં ધારM – આજ્ઞા, ધારણા. તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) વિધેયાત્મક આદેશને આજ્ઞા અને નિષેધાત્મક આદેશને ધારણા કહે છે. (૨) આચાર સંબંધી આદેશ આજ્ઞા કહેવાય અને વિચાર સંબંધી