________________
| १६४
श्री
सूत्र-२
| ५ पोयया सत्तगइया सत्तागइया एवं चेव । एवं सत्तण्ह वि गइरागई भाणियव्वा जाव उब्भियत्ति । ભાવાર્થ :- પોતજ જીવ સાત ગતિમાં જાય અને સાત ગતિમાંથી આવે છે. તે જ રીતે ઉભિજ સુધીની સાતે યોનિના જીવો સાત ગતિમાં જાય છે. સાત ગતિમાંથી આવે છે.
આચાર્યાદિના સંગ્રહ-અસંગ્રહ સ્થાન :| ६ आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त संगहठाणा पण्णत्ता, तं जहाआयरिय-उवज्झाए णं गणसि आणं वा धारणं वा सम्म पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए णं गणंसि आहाराइणियाए किइकम्मं सम्मं पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाए धारेइ ते काले-काले सम्ममणुप्पवाइत्ता भवइ । आयरिय-उवज्झाए णं गणसि गिलाणसेहवेयावच्चं सम्ममब्भुट्टित्ता भवइ । आयरिय उवज्झाए णं गणसि आपुच्छियचारी यावि भवइ, णो अणापुच्छियचारी । आयरिय उवज्झाए णं गणसि अणुप्पण्णाई उवगरणाई सम्म उप्पाइत्ता भवइ । आयरिय-उवज्झाए णं गणंसि पुव्वुप्पणाई उवकरणाई सम्म सारक्खेत्ता संगोवित्ता भवइ, णो असम्म सारक्खेत्ता संगोवित्ता भवइ । ભાવાર્થ – આચાર્ય અને ઉપાધ્યાય માટે ગણમાં સાત સંગ્રહસ્થાન– જ્ઞાન અભિવૃદ્ધિ અને શિષ્યાદિની વૃદ્ધિના કારણ છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા ધારણાનું સમ્યક સંચાલન કરે. (૨) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં દીક્ષાપર્યાય અનુસાર વિનય વ્યવહારનું સમ્યક પરિપાલન કરાવે. (૩) આચાર્ય અને ઉપાધ્યાય ઉપસ્થિત શ્રુતજ્ઞાન અને તેના અર્થ, પરમાર્થની યથાસમયે શિષ્યોને સમ્યગુરીતે વાચના આપે. (૪) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રોગી તથા નવદીક્ષિત સાધુઓની સમ્યગ્ રીતે વૈયાવચ્ચ થાય તેવી વ્યવસ્થા કરે. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ગણને પૂછીને અન્યત્ર વિહાર કરે, ગણમાં વિચારવા યોગ્ય વિષયોની સ્થવિરોની સાથે વિચારણા કરીને, ગણવર્તી સાધુઓની ભાવના જાણીને ત્યારપછી જ નિર્ણય કરે. સ્થવિરો આદિને પૂછળ્યા વિના કોઈ નિર્ણય ન કરે. (૬) આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ ઉપકરણોને સમ્યક પ્રકારે પ્રાપ્ત કરે. (૭) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પૂર્વ-ઉપલબ્ધ ઉપકરણોનું સમ્યક્ પ્રકારે સંરક્ષણ, સંગોપન કરે પરંતુ અસમ્યક્ પ્રકારે(વિધિનું અતિક્રમણ કરી) સંરક્ષણ અને સંગોપન કરે નહીં. | ७ आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त असंगहठाणा पण्णत्ता, तं जहाआयरिय-उवज्झाए णं गणंसि आणं वा धारणं वा णो सम्मं पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए णं गणंसि आहाराइणियाए किइकम्मं णो सम्मं पउंजित्ता