________________
સ્થાન- ૭
[ ૧૬૩ |
અંડજાદિ યોનિ પ્રકાર :| ३ सत्तविहे जोणिसंगहे पण्णत्ते, तं जहा- अंडया, पोयया, जराउया, रसया, संसेइमा, संमुच्छिमा, उब्भिया । ભાવાર્થ :- યોનિસંગ્રહના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અંડજ– ઈડાથી ઉત્પન્ન થનારા પક્ષી-સર્પ આદિ. (૨) પોતજ- ચામડીના આવરણ વિના ઉત્પન્ન થનારા હાથી-સિંહ આદિ. (૩) જરાયુજચર્મ આવરણ રૂપ જરાય (જેર) થી ઉત્પન્ન થનારા મનુષ્ય વગેરે. (૪) રસજ– કાળ મર્યાદાથી અતિક્રાંત, દૂધ, દહીં આદિ પદાર્થોના રસ વિકૃત થતાં તેમાં ઉત્પન્ન થનારા જીવ. (૫) સંસ્વેદજ પસીનાથી ઉત્પન્ન થતા જૂ, લીખ વગેરે. (૬) સંમૂર્છાિમ- તદનુકૂલ પુગલોના સંયોગથી ઉત્પન્ન થતી ઇયળ વગેરે. (૭) ઉભિજ- ભૂમિ ભેદીને ઉત્પન્ન થનારા શલભાદિ જીવ અથવા વનસ્પતિ.
વિવેચન :
જીવોને ઉત્પન્ન થવાના સ્થાન વિશેષને યોનિ કહે છે. યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. ઉત્પત્તિ સ્થાનના આધારે જીવોના જુદા-જુદા પ્રકાર થાય છે. સ્થાન-૩, ઉ.-૧, સૂત્ર-૨૦માં જલચર, ખેચરના કથનમાં અંડજ, પોતજ અને સમુચ્છિમ, તે ત્રણ પ્રકારના યોનિ સંગ્રહનો ઉલ્લેખ છે. અહીં સાત પ્રકારના યોનિ સંગ્રહનું કથન છે.
અંડજાદિ જીવોની ગતિ આગતિઃ|४ अंडया सत्तगइया सत्तागइया पण्णत्ता,तं जहा- अंडए अंडएसु उववज्जमाणे अंडगेहिंतो वा, पोयजेहिंतो वा, जराउजेहिंतो वा, रसजेहिंतो वा, संसेयगेहितो वा, संमुच्छिमेहिंतो वा, उब्भिगेहिंतो वा, उववज्जेज्जा ।
__ सच्चेव णं से अंडए अंडगत्तं विप्पजहमाणे अंडगत्ताए वा, पोयगत्ताए वा, जराउजत्ताए वा, रसजत्ताए वा, संसेयगत्ताए वा, समुच्छिमत्ताए वा, उब्भिगत्ताए वा गच्छेज्जा ।
ભાવાર્થ :- અંડજ જીવ સાત ગતિવાળા અને સાત આગતિવાળા છે, તે આ પ્રમાણે છે– અંડજ જીવ, અંડજમાં ઉત્પન્ન થતાં અંડજ, પોતજ, જરાયુજ, સંસ્ટેઇજ, રસજ, સંમૂર્છાિમ, ઉભિજમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
અંડજ જીવ અંડજ યોનિને છોડીને અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદન, સંમૂર્છાિમ, ઉભિજરૂપે ઉત્પન્ન થાય છે અર્થાત્ સાત યોનિમાં ઉત્પન્ન થાય છે.