________________
સ્થાન- ૭
૧૭૧ ]
पूयासक्कारं अणुवूहेत्ता भवइ । इमं सावजंति पण्णवेत्ता पडिसेवेत्ता भवइ । णो जहावाई तहाकारी यावि भवइ । ભાવાર્થ:- સાત સ્થાનથી (લક્ષણોથી) છદ્મસ્થને ઓળખી શકાય છે, તે આ પ્રમાણે છે– (૧) જે પ્રાણી ઘાત કરે છે (૨) જે અસત્ય બોલે છે (૩) જે અદત્ત વસ્તુને ગ્રહણ કરે છે (૪) જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો આસ્વાદ લે છે (૫) જે પોતાના પૂજા અને સત્કારની અનુમોદના કરે છે (૬) જે 'આ સાવધ (સદોષ) છે' તેમ કહે છે અને તેનું પ્રતિસેવન પણ કરે છે (૭) જે જેવું કહે તેવું કરતા નથી. |१९ सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तं जहा- णो पाणे अइवाइत्ता भवइ । णो मुसं वइत्ता भवइ । णो अदिण्णं आदित्ता भवइ । णो सद्दफरिसरसरूवगंधे आसाएत्ता भवइ । णो पूयासक्कार अणवत्ता भवइ । इम सावज्जति पण्णवेत्ता णो पडिसेवेत्ता भवइ । जहावाई तहाकारी यावि भवइ । ભાવાર્થ:- સાત લક્ષણથી કેવળીને ઓળખી શકાય છે, તે આ પ્રમાણે– ૧) જે પ્રાણીઓની ઘાત કરતા નથી (૨) જે મૃષા બોલતા નથી (૩) જે અદત્ત વસ્તુ લેતા નથી (૪) જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો આસ્વાદ લેતા નથી (૫) પોતાના પૂજા અને સત્કારની અનુમોદના કરતા નથી (૬) જે ‘આ સાવધ-સદોષ છે,' તેમ કહે છે અને તેનું પ્રતિસેવન કરતા નથી. (૭) જે જેવું કહે છે તેવું જ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છદ્મસ્થ અને કેવળીને ઓળખવાના સાત-સાત કારણોનો નિર્દેશ છે.
કેવળજ્ઞાન આત્મગુણ હોવાથી અરૂપી છે. તેથી કેવળીની કે છદ્મસ્થની ઓળખાણ ચર્મચક્ષુથી થતી નથી. સૂત્રકારે તેની ઓળખ માટે સાત-સાત પ્રવૃત્તિનું કથન કર્યું છે.
પ્રાણાતિપાત આદિ સુત્રોક્ત સાતે પ્રવૃત્તિ રાગ-દ્વેષજન્ય છે. તેવી પ્રવૃત્તિ વીતરાગી-કેવળી કરતાં નથી. તેથી તેવી પ્રવૃત્તિ કરનાર છદ્મસ્થ અને સૂત્રોક્ત પ્રવૃત્તિ ન કરનાર કેવળી છે. તેમ જાણી શકાય છે.
ગોત્ર પરિચય :२० सत्त मूलगोत्ता पण्णत्ता, तं जहा- कासवा, गोयमा, वच्छा, कोच्छा, શોલિના, મંડવા, વાલિટ્ટ | ભાવાર્થ :- મૂલ ગોત્ર (એક પુરુષથી ઉત્પન્ન થતી વંશ-પરંપરા) સાત છે, તે આ પ્રમાણે છે- (૧) કાશ્યપ (૨) ગૌતમ (૩) વત્સ (૪) કુત્સ (૫) કૌશિક (૬) માંડવ્ય (૭) વાશિષ્ઠ.