________________
શ્રી ઠાણાંગ સત્ર-૨
સામાન્ય સાધુઓના ગણ ત્યાગના સાત કારણોનું કથન છે. તેમાં પણ સાધુઓને પોતાના ગચ્છ સમુદાય પ્રત્યેનો અસંતોષ મુખ્ય કારણ છે.
૧૫૮
તળાવ મળે ;- ગણાપક્રમણ, ગણમાંથી નીકળી જવું, ગચ્છનો ત્યાગ કરવો, ગચ્છ પરિવર્તન કરવું. તેના બે પ્રકાર છે. યથા– પ્રશસ્ત અને અપ્રશસ્ત.
(૧) સાધુને પોતાના ગણમાં રત્નત્રયની આરાધના માટે અથવા તેના વિકાસ માટે યોગ્ય વાતાવરણ ન હોય ત્યારે તે સાધુ ગચ્છનો ત્યાગ કરે છે. આ રીતે શુદ્ધ આશયથી ગણનો ત્યાગ કરે તે પ્રશસ્ત ગણાપક્રમણ છે.
(૨) સ્વચ્છંદવૃત્તિ, રસલોલુપતા, વિનય-વૈયાવચ્ચમાં પ્રમાદ અને શિધિલાચાર મનોવૃત્તિ વગેરે અપ્રશસ્ત કારણોથી જે શ્રમણ ગણનો ત્યાગ કરે તો તે અપ્રશસ્ત ગણાપક્રમણ છે.
ભાષ્યકારે આ વિષયનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે અપ્રશસ્ત કારણોથી થતો ગચ્છ ત્યાગ કલ્પનીય નથી. પ્રશસ્ત કારણોથી બહુશ્રુત અને ગુણસંપન્ન સમર્થ સાધક ગણત્યાગ કરે તે જ કલ્પનીય છે. પ્રશસ્ત આશય હોવા છતાં જો તે સાધક બહુશ્રુત ન હોય કે સમર્થ ન હોય તો તેનું ગણત્યાગનું પ્રયોજન સફળ થતું નથી તેથી અબહુશ્રુતાદિનો ગણત્યાગ અકલ્પનીય કહ્યો છે. આ રીતે સર્વાંગી દષ્ટિકોણથી વિચારણાપૂર્વક કરેલો ગણત્યાગ જ પૂર્ણ સફળ બને છે.
પ્રસ્તુત સૂત્રમાં પ્રશસ્ત કારણોથી થતાં ગણાપક્રમણની વિચારણા છે અને આઠમા સ્થાનના પ્રથમ સૂત્રમાં ગળાપક્રમણ કરનારની યોગ્યતા સંબંધી વિચારણા છે.
સબંધમ્મા :- અહીં 'સર્વધર્મ' શબ્દ સર્વવિરતિ અર્થમાં પ્રયુક્ત થયો છે. તેથી સર્વ વિરતિ ધર્મપાલનના પ્રત્યેક અનુષ્ઠાનોનો સમાવેશ સર્વ ધર્મમાં થઈ જાય છે. યથા- અપૂર્વદ્યુતનું ગ્રહણ; વિસ્મૃત શ્રુનનું અનુસંધાન; પૂર્વ પતિ શ્રુતનું પરાવર્તન; મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું પાલન; વિનય, વૈયાવચ્ચ આદિ સર્વધર્મ પદથી ગ્રહણ થાય છે.
जुहुणामि :- ઈચ્છું છું, ચાહું છું. હું કેટલાક ધર્મોનું સમ્યગ્ રીતે પાલન કરવા માટે ગણનો ત્યાગ કરવા ઈચ્છું છું.
પ્રાણાવિહાર કિમ :- અહીં 'હિમ' શબ્દ પ્રયોગ સાપેક્ષ છે– તેનો અર્થ વિશિષ્ટ પ્રકારની તપ સાધના માટે થયો નથી. કારણ કે જિનકલ્પ અથવા વિશિષ્ટ પ્રકારે પ્રતિમાનો સ્વીકાર કરનાર સાધુ ગુરુની આજ્ઞાપૂર્વક ગચ્છનો ત્યાગ કરીને વિશિષ્ટ સાધના કરે છે અને પ્રતિમાનો કલ્પ પૂર્ણ થતાં તે સાધુ પુનઃ ગચ્છમાં સન્માન સાથે આવી જાય છે. પ્રતિમા ધારક વિશિષ્ટ તપસ્વી સાધુ ગચ્છની જ સંપદા ગણાય છે. તેથી તેના ત્યાગને ગણાપક્રમણ(ગણથી નીકળવા)રૂપ ગચ્છ ત્યાગ કહી શકાય નહીં.
પરંતુ જે સાધુ પોતાના કોઈ પણ અન્ય સંકલ્પથી ગણાપક્રમણ કરીને એકલા રહે છે તે સદાને ગુરુ નિશ્રાનો ત્યાગ કરે છે. તે ગુરુ કે ગચ્છની આજ્ઞામાં ગણાતા નથી પરંતુ તે સ્વતંત્ર રીતે જ વિચરણ
માટે