________________
સ્થાન- ૭.
૧૫૭
સ્થાન
ગણત્યાગનાં કારણો - | १ सत्तविहे गणावक्कमणे पण्णत्ते, तं जहा- सव्वधम्मा रोएमि । एगइया रोएमि एगइया णो रोएमि । सव्वधम्मा वितिगिच्छामि । एगइया वितिगिच्छामि एगइया णो वितिगिच्छामि । सव्वधम्मा जुहुणामि । एगइया जुहुणामि एगइया णो जुहुणामि । इच्छामि णं भते ! एगल्लविहारपडिम उवसपिज्जत्ता णं विहरित्तए ।
ભાવાર્થ :- ગણપક્રમણ અર્થાતુ ગણત્યાગના સાત કારણ છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ ધર્મમાં અર્થાત્ શ્રત અને ચારિત્રના સર્વ વિષયોને જાણવાની મારી રુચિ છે.(આ ગણમાં તેની પૂર્તિના સાધન નથી; તેમ વિચારીને કોઈ શ્રમણ ગણનો ત્યાગ કરે છે.) (૨) કેટલાક ધર્મોમાં મારી રુચિ છે અને કેટલાક ધર્મોમાં મારી રુચિ નથી. જેમાં મારી રુચિ છે તેની પૂર્તિના સાધન આ ગણમાં નથી; તેમ વિચારીને કોઈ શ્રમણ, ગણનો ત્યાગ કરે છે.) (૩) સર્વ ધર્મમાં મને સંશય છે.(તે સંશયને દૂર કરવા માટે આ ગણમાં કોઈ સાધન નથી તેમ વિચારીને કોઈ શ્રમણ, ગણનો ત્યાગ કરે છે.)
(૪) કેટલાક ધર્મોમાં મને સંશય છે અને કેટલાક ધર્મોમાં મને સંશય નથી.(તે સંશયને દૂર કરવા માટે ગચ્છમાં કોઈ સાધન નથી; તેમ વિચારીને કોઈ શ્રમણ ગણનો ત્યાગ કરે છે.) (૫) હું સર્વ ધર્મનું જ્ઞાન બીજાને આપવા ઇચ્છું છું.(આ ગણમાં યોગ્ય પાત્ર નથી કે જેને હું સર્વ ધર્મ આપી શકું તેમ વિચારીને કોઈ શ્રમણ ગણનો ત્યાગ કરે છે.) (૬) હું કેટલાક ધર્મનું જ્ઞાન બીજાને આપવા ઇચ્છું છું અને કેટલાક ધર્મનું જ્ઞાન બીજાને આપવાની મારી ઇચ્છા નથી.(આ ગણમાં એવી કોઈ વ્યવસ્થા નથી; તેમ વિચારીને કોઈ શ્રમણ ગણનો ત્યાગ કરે છે.) (૭) કોઈ શ્રમણ એકાકી રહેવા ઇચ્છ, સમૂહમાં રહી ન શકે, ત્યારે તે ગણાપક્રમણ કરે છે. તે શ્રમણ આ રીતે નિવેદન કરીને ગણનો ત્યાગ કરે કે હે ભગવન્! હું એકલવિહાર ચર્યાને સ્વીકારી વિહાર કરવા ઈચ્છું છું આ રીતે નિવેદન કરીને તે શ્રમણ ગણનો ત્યાગ કરે છે.]
વિવેચન :
સ્થાન-૫, ઉદ્-૨, સૂત્ર-૬૩માં આચાર્યાદિના ગણ ત્યાગના પાંચ કારણોનું નિરૂપણ છે. તે પાંચ કારણોમાં આચાર્યાદિને પોતાની નેશ્રામાં રહેલા સાધુઓનો અસંતોષ મુખ્ય કારણ છે. પ્રસ્તુત પ્રસંગમાં