________________
*
★
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
થયો. કાવ્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્રની દીર્ઘકાલીન પરંપરા છે. સૂત્રકારે હેય, ઉપાદેયની મીમાંસા સાથે જ્ઞેયવિષયનું પણ સંકલન કર્યું છે. સ્વરમંડળનું વિશદ વર્ણન તેનું જ ઉદાહરણ છે.
રાજાઓમાં શિરોમણી ચક્રવર્તી છે. તેના રત્નોનું વર્ણન આ સ્થાનમાં છે.
સંઘમાં આચાર્ય, ઉપાધ્યાયનું અગ્રિમસ્થાન છે. તેથી તેઓના વિશેષ અધિકારનું વર્ણન સૂત્રકારે અતિશયો દ્વારા કર્યું છે. તે ઉપરાંત જીવસ્થિતિ, લોકસ્થિતિ, સંસ્થાન, ગોત્ર, નય, આસન, પર્વત, સુષમ-દુષમા કાળના લક્ષણો, સંયમ, અસંયમ, આરંભ, ધાન્ય સ્થિતિ, સમુદ્દાત, પ્રવચન નિહ્નવ, નક્ષત્ર, વિનય વગેરે અનેક વિષયો આ સ્થાનમાં સંકલિત છે.
૧૫૬