________________
સ્થાન- ૭
_.
૧૫૫
સાતમું સ્થાના
પરિચય જજે,
જે
પ્રસ્તુત સ્થાનમાં સાત સંખ્યા સંબંધિત વિષયોનું સંકલન છે.
ઉદ્દેશક રહિત આ સ્થાનમાં સૈદ્ધાત્તિક, વ્યાવહારિક, ભૌગોલિક, જ્યોતિષ્ક, ઐતિહાસિક આદિ અનેક વિષયોનું નિરૂપણ છે. સાધના વ્યક્તિગત હોય છે, છતાં કેટલાક કારણોથી તેને સામૂહિક રૂપ આપવામાં આવ્યું છે. તે માટે જ તીર્થકરોએ સંઘની વ્યવસ્થા કરી છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની સમ્યક્ આરાધના માટે જૈન શ્રમણો સંઘના સભ્ય બને છે. સંઘમાં અનેક ગણ હોય છે. સાધુ જે ગણમાં રહે છે તે ગણના નિયમો અને વ્યવસ્થાનું પાલન તે નિષ્ઠાપૂર્વક કરે છે. જ્યારે સાધકને એમ લાગે કે આ ગણમાં મારા જ્ઞાનાદિનો વિકાસ થઈ શકે તેમ નથી, ત્યારે તે ગણ પરિવર્તન માટે સ્વતંત્ર હોય છે. સાધનામાં પરિપક્વ બની ગયા પછી એકાકી રહેવા માટે ગણની સંમતિ તે મેળવી શકે છે. સત્તવ નાવવમો પણ ! આ સૂત્ર દ્વારા સૂત્રકારે ગણ પરિવર્તનના સાત કારણ પ્રગટ કર્યા છે.
સાધનાનું સૂત્ર છે અભય. ભગવાને કહ્યું છે કે જે નિર્ભય નથી તે અહિંસક નથી, તે સત્યવાદી અને અપરિગ્રહી પણ થઈ શકતા નથી. વ્યક્તિ બીજાથી પોતાને હીન માને અથવા બીજાથી પોતે ચડિયાતો છે, તેવું બતાવવા સદા ભયભીત રહે છે. મનુષ્યને મનુષ્યનો ભય હોય તેને ઇહલોકભય કહે છે. મનુષ્યને પશુનો ભય હોય તેને પરલોકભય કહે છે. ધન અપહરણ, મૃત્યુ, રોગ, અપયશ આદિ અનેક પ્રકારના ભય મનુષ્યને સતાવે છે. 'વત્ત મથકૂળ પાત્તાં આ સૂત્ર દ્વારા આ વાત ને પ્રગટ કરી છે.
અહિંસાના ઉપાસકો અભયને સ્વીકારે છે. જ્યારે રાજનૈતિક વ્યક્તિઓ ભયની ઉપયોગિતાને સ્વીકારે છે. તેઓના મતે દંડના ભય વિના કે કોઈ પણ જાતના અનુશાસન વિના સમાજ વ્યવસ્થા શક્ય નથી. તેથી આ સ્થાનમાં દંડનીતિના ક્રમિક વિકાસના સોપાન પ્રગટ કર્યા છે. મનુષ્ય સ્વયં શાસિત હોય તો દંડ પ્રયોગની આવશ્યકતા ન રહે. જેટલું આત્માનુશાસન ઓછું તેટલો દંડ પ્રયોગ વધુ હોય. યુગલિક કાળ અને પછીના કાળમાં સ્વયંનું અનુશાસન ક્રમશઃ ઓછું થયું તેમ દંડનીતિનો વિકાસ થવા લાગ્યો.
મનુષ્ય અનેક શક્તિનો પંજ છે. તે ચિંતન કરી શકે છે અને ચિંતનને ભાષાના માધ્યમે વ્યક્ત પણ કરી શકે છે. સંસ્કૃતિના વિકાસ સાથે તેની ભાષા એટલી વિકસિત થઈ ગઈ કે મનુષ્ય તેની અભિવ્યક્તિમાં લાલિત્ય લાવવા પ્રયત્ન કર્યો અને તે પ્રયત્નના કારણે ગદ્ય-પદ્ય શૈલીનો વિકાસ