________________
શ્રી ઠાણાંગ સૂત્ર-૨
एवं चिण-उवचिण-बंध-उदीर-वेय तह णिज्जरा चेव । ભાવાર્થ-જીવે છ સ્થાન નિર્વર્તિત કર્મ પુગલોને પાપકર્મ રૂપે ભૂતકાળમાં ગ્રહણ કર્યા હતા, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં ગ્રહણ કરશે, તે આ પ્રમાણે
(૧) પૃથ્વીકાય નિર્વર્તિત (૨) અષ્કાય નિર્વર્તિત (૩) તેઉકાય નિર્વર્તિત (૪) વાયુકાય નિર્વર્તિત (૫) વનસ્પતિકાય નિર્વર્તિત (૬) ત્રસકાય નિર્વર્તિત.
તે જ રીતે સર્વ જીવોએ છ કાય નિર્વર્તિત કર્મ પુદ્ગલોનો પાપકર્મ રૂપે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરણ ભૂતકાળમાં કર્યું હતું, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે. વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે.-૩, સૂત્ર-૬૭માં પાંચ જાતિની અપેક્ષાએ પાંચ સ્થાન નિર્વર્તિત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરવાનું કથન છે. અહીં છઠ્ઠું સ્થાન હોવાથી છ કાયની અપેક્ષાએ છ સ્થાન નિર્વર્તિત કર્મ પુદ્ગલ ગ્રહણ કરવાનું કથન છે. છ પ્રદેશાદિ પુદ્ગલની અનંતતા :११८ छप्पएसिया णं खंधा अणंता पण्णत्ता । ભાવાર્થ:- છ પ્રદેશ સ્કંધ અનંત છે. ११९ छप्पएसोगाढा पोग्गला अणंता पण्णत्ता । ભાવાર્થ:- છ પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. १२० छसमयट्ठिईया पोग्गला अणंता पण्णत्ता । ભાવાર્થ :- છ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. १२१ छगुणकालगा पोग्गला जाव छगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता । ભાવાર્થ:- છ ગુણ કાળાવÍદિવાળા પુદ્ગલ અનંત છે.
આ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના છ ગુણવાળા પુદ્ગલ અનંત અનંત છે.
તે
સ્થાન-૬ સંપૂર્ણ છે
,