________________
સ્થાન
[ ૧૫૩ ]
કોઈ કર્મના ઉદય આદિ વિના અનાદિકાલીન જીવત્વાદિ પરિણામ. (૬) સાન્નિપાતિક ભાવ- ઉપર્યુક્ત ભાવોના સંયોગથી થતો ભાવ. વિવેચન :
ભાવ એટલે પર્યાય, અવસ્થા; કર્મના ઉદય, ક્ષય વગેરે દ્વારા જીવની જે અવસ્થા થાય તેને ઔદયિક ભાવ વગેરે કહે છે. પરિણામિકભાવ દ્રવ્યના પરિણામ રૂપ છે.
સાન્નિપાતિક ભાવ બે, ત્રણ, ચાર કે પાંચ ભાવોના સંયોગથી બને છે. જેમ કોઈ ભવ્ય મનુષ્ય ઔપથમિક સમ્યકત્વી, અવધિજ્ઞાની હોય તો તેમાં ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને પરિણામિક આ ચાર ભાવોનો સંયોગી સાન્નિપાતિક ભાવ થાય છે. તે પાંચ ભાવોમાં દ્વિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃ સંયોગી ૫ અને પંચ સંયોગી ૧. આ રીતે સર્વ મળીને સાત્રિપાતિકભાવના કુલ ૨૬ ભંગ થાય છે.
ગુરુપ્રાણ આગમ બત્રીસીના અનુયોગ દ્વાર સૂત્રના અગિયારમા પ્રકરણમાં તેનું વિસ્તૃત વર્ણન છે. પ્રતિક્રમણ પ્રકાર :११५ छव्विहे पडिक्कमणे पण्णत्ते, तं जहा- उच्चारपडिक्कमणे, पासवणपडिक्कमणे, इत्तरिए, आवकहिए, जंकिंचिमिच्छा, सोमणतिए । ભાવાર્થ:- પ્રતિક્રમણના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ-મલ વિસર્જન પછી પાછા આવી ઈર્યાવહી સૂત્રથી થતું પ્રતિક્રમણ. (૨) પ્રસવણ પ્રતિક્રમણ-મૂત્ર વિસર્જન પછી પાછા આવી ઈર્યાવહી સૂત્રથી થતું પ્રતિક્રમણ. (૩) ઈત્વરિક પ્રતિક્રમણ- દેવસીય, રાત્રિક આદિ પ્રતિક્રમણ. (૪) થાવત્કથિત પ્રતિક્રમણ– મારણાંતિક સંલેખનાના સમયે કરવામાં આવતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા દુષ્કૃત્ય- સાધારણ દોષ લાગે ત્યારે તેની શુદ્ધિ માટે “
મિચ્છામિ દુક્કડ' કહી પશ્ચાતાપ પ્રગટ કરવા રૂપ પ્રતિક્રમણ કરવું. (૬) સ્વપ્નાન્તિક પ્રતિક્રમણ- દુઃસ્વપ્નાદિ જોયા પછી પ્રથમ શ્રમણ સૂત્રથી કરવામાં આવતું પ્રતિક્રમણ. છ તારાવાળા નક્ષત્ર :११६ कत्तियाणक्खत्ते छत्तारे पण्णत्ते । असिलेसाणक्खत्ते छत्तारे पण्णत्ते । ભાવાર્થ - કૃતિકા નક્ષત્રના છ તારા છે. અશ્લેષા નક્ષત્રના છ તારા છે. છકાય જીવો આશ્રી પાપકર્મનો સંચય :११७ जीवा णं छट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणति वा चिणिस्संति वा, तं जहा- पुढविकाइयणिव्वत्तिए, आउकाइयणिव्वत्तिए, तेउकाइय णिव्वत्तिए, वाउकाइयणिव्वत्तिए, वणस्सइकाइयणिव्वत्तिए तसकायणिव्वत्तिए।