SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર | શ્રી ઠાણાગ સૂત્ર-૨ ભાવાર્થ :- પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે નારકી જીવો નિયમથી પરભવનું આયુષ્ય બાંધે છે. આ રીતે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનપતિ દેવો પણ આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે નિયમા પરભવનું આયુષ્ય બાંધે છે. १११ असंखेज्जवासाउया सण्णिपंचिंदियतिरिक्खजोणिया णियम छम्मासावसेसाउया परभवियाउयं पगरेति । ભાવાર્થ :- અસંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે નિયમા પરભવના આયુષ્યનો બંધ કરે છે. ११२ असंखेज्जवासाउया सण्णिमणुस्सा णियम छम्मासावसेसाउया परभवियाउयं पगरेति । ભાવાર્થ :- અસંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞીમનુષ્યો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે નિયમો પરભવના આયુષ્યનો બંધ કરે છે. ११३ वाणमंतरा जोइसिया वेमाणिया जहा रइया । ભાવાર્થ - વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, નારક જીવોની જેમ આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે નિયમા પરભવનું આયુષ્ય બાંધે છે. વિવેચન : સૂત્રોક્ત નારકી, દેવો, યુગલિક તિર્યંચો, યુગલિક મનુષ્યો પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે જ પરભવના આયુષ્યનો બંધ કરે છે અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચો પોતાના આયુષ્યના ત્રીજા-ત્રીજા ભાગે બંધ કરે છે અને ત્યારે બંધ ન થાય તો અંતે છેલ્લા અંતર્મુહુર્તમાં તો અવશ્ય આયુષ્યનો બંધ કરે છે. આ છઠ્ઠું સ્થાન હોવાથી આયુષ્યના છ મહિના શેષ હોય ત્યારે આયુષ્ય બંધ કરનારા જીવોનું જ કથન કર્યું છે. ઔદચિકાદિ ભાવ:११४ छव्विहे भावे पण्णत्ते, तं जहा- ओदइए, उवसमिए, खइए, खओवसमिए, पारिणामिए, सण्णिवाइए । ભાવાર્થ:- ભાવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) દયિક ભાવ- કર્મના ઉદયથી જીવને ક્રોધ, માનાદિની પ્રાપ્તિ થવી. (૨) ઔપથમિક ભાવ- મોહકર્મના ઉપશમથી જીવને સમ્યકત્વાદિની પ્રાપ્તિ થવી. (૩) ક્ષાયિક ભાવ- ઘાતિ કર્મોના ક્ષયથી જીવને કેવળજ્ઞાનાદિની પ્રાપ્તિ થવી. (૪) ક્ષાયોપથમિક ભાવ- ઘાતિકર્મોના ક્ષયોપશમથી મતિ-શ્રુત જ્ઞાનાદિ પર્યાયની પ્રાપ્તિ થવી. (૫) પારિણામિક ભાવ
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy