________________
સ્થાન-૬ .
૧૪૯ ]
ભોજન પરિણામ:१०१ छव्विहे भोयणपरिणामे पण्णत्ते, तं जहा- मणुण्णे, रसिए, पीणणिज्जे, बिहणिज्जे, मयणिज्जे, दप्पणिज्जे । ભાવાર્થ:- ભોજન પરિણામ અથવા વિપાકના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મનોજ્ઞ (૨) રસ યુક્ત-રસવંતો (૩) રક્તાદિ ધાતુઓમાં સમતા લાવે તેવો (૪) બૃહણીય- રસ, માંસાદિ ધાતુની વૃદ્ધિ કરે તેવો (૫) મદનીય કામ શક્તિને વધારનારો, (દીપનીય-પાચન શક્તિ વધારનારો) (૬) દર્પણીયશરીરનું પોષણ કરનારો, ઉત્સાહવર્ધક.
વિવેચન :
મોરપરિધામ :- ભોજન પરિણામ. આહારના પરિણામ એટલે પર્યાય, સ્વભાવ કે ધર્મને ભોજન પરિણામ કહે છે. આહારની પરિણતિ કે પરિણમનને પણ ભોજન પરિણામ કહે છે. અભિલષણીયમનને ગમે તેવા, ભાવે તેવા ભોજનને મનોજ્ઞ કહે છે. મનોજ્ઞતા તે આહારની પર્યાય-પરિણામ છે. પરિણામ પરિણામીમાં અભેદનો ઉપચાર કરી (બંનેને એક માનીને) ભોજનને જ મનોજ્ઞ, રસાળ કહ્યા છે. આ છે પ્રકાર ભોજનના વિશેષણ નથી પરંતુ તેની પર્યાય કે સ્વભાવ જ છે, તેમ સમજવું. છ એ પ્રકારના ભોજન પરિણામ ભાવાર્થથી સ્પષ્ટ છે.
વિષ-પરિણામ - १०२ छव्विहे विसपरिणामे पण्णत्ते, तं जहा- डक्के, भुत्ते, णिवइए, मंसाणुसारी, सोणियाणुसारी, अट्ठिमिजाणुसारी । ભાવાર્થ - વિષપરિણામના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દંષ્ટ-સર્પ ડશે, કૂતરા વગેરે કરડે પછી અસર કરનારું વિષ. (૨) ભુક્ત– ભોગવ્યા પછી અસર કરનારું વિષ. (૩) નિપતિત- શરીરના બહારના ભાગમાં સ્પર્શ થયા પછી અસર કરનારું વિષ. (૪) માંસાનુસારી- માંસ સુધીની ધાતુઓ ઉપર અસર કરનારું વિષ. (૫) શોણિતાનુસારી– રક્ત સુધીની ધાતુઓ ઉપર અસર કરનારું વિષ. (૬) અસ્થિમજાનુસારી- અસ્થિ અને મજ્જા સુધી અસર કરનારું વિષ. પ્રશ્નોના પ્રકાર :१०३ छविहे पढे पण्णत्ते, तं जहा- संसयपढे, वुग्गहपढे, अणुजोगी, अणुलोमे, तहणाणे, अतहणाणे ।
ભાવાર્થ :- પ્રશ્નોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે- (૧) સંશય પ્રશ્ન- સંશય-શંકા દૂર કરવા પૂછાતા