________________
૧૪૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૫) જિન કલ્પસ્થિતિ- શરીર પ્રતિ વીતરાગ તુલ્ય થઈ વિચરણ કરનારાની મર્યાદા. () સ્થવિરકલ્પસ્થિતિ - સંઘમાં રહેનાર સાધુની મર્યાદા. મહાવીર સ્વામીનું દીક્ષાદિ સમયનું તપ:|९६ समणे भगवं महावीरे छटेणं भत्तेणं अपाणएणं मुंडे भविता अगाराओ अणगारिय पव्वइए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચૌવિહારા ષષ્ઠભક્ત–વે ઉપવાસની તપસ્યામાં મુંડિત થઈ ગૃહવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ९७ समणस्स णं भगवओ महावीरस्स छट्टेणं भत्तेणं अपाणएणं अणते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाणदसणे समुप्पण्णे । ભાવાર્થ- શ્રમણ ભગવાન મહાવીરને ચૌવિહારા ષષ્ઠભક્ત–ઉપવાસની તપસ્યામાં અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, કૃમ્ન, પરિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું.
९८ समणे भगवं महावीरे छद्रेणं भत्तेणं अपाणएणं सिद्धे, बुद्धे, मुत्ते, अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર ચૌવિહારા ષષ્ઠ ભક્ત–વે ઉપવાસની તપસ્યામાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત્ત અને સર્વ દુઃખોથી રહિત થયા. દેવ વિમાનોની ઉચાઈ:|९९ सणंकुमार माहिदेसुणं कप्पेसु विमाणा छ जोयणसयाई उड्उच्चत्तेणं पण्णत्ता। ભાવાર્થ :- સનસ્કુમાર(ત્રીજા) અને મહેન્દ્ર(ચોથા) દેવલોકના વિમાનની ઊંચાઈ છે સો યોજનની છે. દેવોની અવગાહના :१०० सणंकुमार-माहिंदेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जगा सरीरगा उक्कोसेणं छ रयणीओ उड्ढे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ - સનકુમાર અને માહેન્દ્ર કલ્પના દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના-ઊંચાઈ છ હાથ પ્રમાણ છે.