________________
સ્થાન
૧૪૭
સંયમનો ઘાત થાય છે.
(૨) મૌખરિક :– મુખર એટલે વાચાળ. વાચાળ વ્યક્તિને મૌખરિક કહે છે. વિચાર્યા વિના બોલે કે પ્રમાણથી વધારે બોલે કે ગમે તેમ બોલે તે અન્યને દુશ્મન બનાવે છે. વાચાળતાના કારણે અસત્ય-ભાષણની પણ સંભાવના રહે છે તેથી મૌખરિકતા સત્યની ઘાતક છે.
(૩) ચક્ષુ લોલુપ :– જે સાધુ ચક્ષુ લોલુપી હોય, ચારે બાજુ દષ્ટિ ફેરવ્યા કરે, આજુબાજુના દશ્ય જોવામાં આસક્ત બને, લોભામણા દશ્યો અને સ્ત્રી, પુરુષોના ગમનાગમનની ક્રિયાને જોવામાં તલ્લીન બની જાય તે ઈર્યા સમિતિનું સમ્યક્ પ્રકારે પાલન કરી શકતા નથી. તેથી ચક્ષુલોલુપી ઈર્યાસમિતિનો ઘાતક બને છે.
તેમાં છ કાય જીવોની અને સંયમની વિરાધના થાય છે.
(૪) વિંતિણક :– વસ્તુ પ્રાપ્ત ન થાય તો ખિન્ન બની બકવાસ કરવાથી એષણાનો ઘાત થાય છે. સાધુને આહાર, ઉપધિ અને શય્યા, આ ત્રણ વસ્તુની આવશ્યક્તા છે. તે ન મળે તો ખેદ પામનાર સાધક એષણાની શુદ્ધિ કરી શકતા નથી. આવી સ્થિતિમાં તે દીન બની એષણીય, અનેષણીયની પરવા કર્યા વિના જ વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેથી તણતણાટ કરવાના સ્વભાવવાળા સાધુ એષણાસમિતિના ઘાતક થાય છે. (૫) ઇચ્છાલોભિક :– ઇચ્છા અને લોભ-તૃષ્ણાની માત્રા વધવાથી સંતોષનો ઘાત થાય છે. તેના દ્વારા નિર્લોભતા અને નિષ્પરિગ્રહતારૂપ મોક્ષ માર્ગનો ઘાત થાય છે.
(૬) ભિંધ્યા નિદાન – ભિંધ્યા = લોભ અને નિદાન = પ્રાર્થના, અભિલાષા. લોભથી થતી પ્રાર્થના આર્તધ્યાનને પોષણ આપે છે. ઋદ્ધિ, પદવી કે વિષયસુખની પ્રાપ્તિ માટે પોતાના સંયમના ફળને માંગવાથી મોક્ષમાર્ગનો ઘાત થાય છે. પલિમથુના વિસ્તૃત વિવેચન માટે જુઓ– શ્રી બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે.-૬.
કલ્પસ્થિતિઃ
९५ छव्विा कप्पट्ठि पण्णत्ता, तं जहा - सामाइयकप्पट्ठिई, छेओवट्ठावणियकप्पકિરૂં, બિન્વિતમાળ નાિર્ફ, પિબ્લિક ખનાિર્ફ, બિળ ખફ઼િર્ફ, થેરવાળકિ।
ભાવાર્થ :- કલ્પસ્થિતિના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે—
(૧) સામાયિક કલ્પસ્થિતિ :– સર્વ પાપોની નિવૃત્તિરૂપ સામાયિકની મર્યાદા.(તેમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના સમયમાં ૧૦ કલ્પનું પાલન હોય છે. મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનમાં ચાર કલ્પ અનિવાર્ય હોય છે. શેષ છ કલ્પનું પાલન સ્વૈચ્છિક હોય છે.)
(૨) છેદોપસ્થાપનીય કલ્પસ્થિતિ :– નવદીક્ષિત સાધુનો શૈક્ષકાલ પૂર્ણ થાય પછી પંચ મહાવ્રત ધારણ કરાવવા રૂપ મર્યાદા.(તેમાં દશ પ્રકારના કલ્પનું પાલન અનિવાર્ય છે.)
(૩) નિર્વિશમાન કલ્પસ્થિતિ :– પરિહારવિશુદ્ધ સંયમમાં તપારાધનાનો સ્વીકાર કરનારાની મર્યાદા.
--
(૪) નિર્વિષ્ટ કલ્પસ્થિતિ :– પરિહારવિશુદ્ધ સંયમમાં વૈયાવચ્ચની સાધના કરનારાની મર્યાદા.