________________
૧૪૬ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
વિવેચન :
કલ્પ પ્રસ્તાર :- કલ્પ એટલે સાધુના આચાર અને પ્રસ્તાર એટલે મોટા પ્રાયશ્ચિત્ત. સાધ્વાચારની વિશુદ્ધિ અર્થે અતિચારોનું સેવન કરનાર સાધુ માટે પ્રાયશ્ચિત્તની વિશેષ પ્રકારની વિધિ હોય છે, તેને પ્રસ્તાર કહે છે. પ્રસ્તારો કલ્પની વિશુદ્ધિ માટે હોવાથી તેનો કલ્પ સાથે સંબંધ છે.
કોઈ સાધુ અન્ય સાધુ પર પ્રાણાતિપાત આદિ પાપ સેવન સંબંધી આરોપ મૂકે કે તેણે આ પાપ કર્યું છે અને તે સિદ્ધ ન કરી શકે તો આરોપ મૂકનાર સાધુ પ્રાયશ્ચિત્તના ભાગીદાર બને છે. પાપ સેવનના સૂત્રોક્ત છ પ્રકારની અપેક્ષાએ કલ્પ પ્રસ્તારના છ પ્રકાર થાય છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓઃ શ્રી બૃહકલ્પ સૂત્ર ઉદ્દેશક-૬. સાધ્વાચારની વિઘાતક પ્રવૃત્તિઓ:|९४ छ कप्पस्स पलिमथू पण्णत्ता,तं जहा- कोकुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खूलोलुए ईरियावहियाए पलिमंथू, तितिणिए एसणागोयरस्स पलिमंथू, इच्छा लोभिए मुत्तिमग्गस्स पलिमंथू, भिज्जा णिदाणकरणे मोक्खमग्गस्स पलिमंथू, सव्वत्थ भगवया अणिदाणया पसत्था । ભાવાર્થ:- છ પ્રવૃત્તિ સાધુ આચારની વિઘાતક(સાધુપણાનો નાશ કરનાર) છે, તે આ પ્રમાણે છે– (૧) ચંચળતા સંયમ વિઘાતક છે. (૨) વાચાળતા સત્ય વચનની વિઘાતક છે. (૩) નેત્ર વિષયક લોલુપતા ઈર્યા સમિતિની વિઘાતક છે. (૪) ચિડીયાપણું એષણા સમિતિનો વિઘાતક છે. (૫) અતિલોભ, નિષ્પરિગ્રહ રૂપ મુક્તિમાર્ગનો નાશક છે. (૬) ચક્રવર્તી, વાસુદેવ આદિના પૌગલિક ભોગો સંબંધિત નિદાનો મોક્ષના વિનાશક છે. ભગવાને અનિદાનતાને સર્વત્ર પ્રશસ્ત કહી છે. વિવેચન :શખસ પરિપંશ્ - કલ્પ = સાધુનો આચાર, પલિમંથુ-નષ્ટ કરનાર ચેષ્ટાઓ. સાધ્વાચારના કે આચાર મર્યાદાના ઘાતક તત્ત્વોને પલિમથુ કહે છે. તેવી અનેક પ્રવૃત્તિ હોય છે. પરંતુ સૂત્રકારે અહીં મુખ્ય છ સંયમ નાશક પ્રવૃત્તિઓનું કથન કર્યું છે. (૧) કૌકુચિત :- કુત્સિત શારીરિક ચેષ્ટાઓને, કુચેષ્ટાને કૌકુચિત કહે છે, તેના ત્રણ પ્રકાર છે. સ્થાન, શરીર અને ભાષા. નટની જેમ વિષમ સ્થાનમાં ઊભા રહેવું, બેસવું, સૂવું, હરવું, ફરવું વગેરે ક્રિયાઓ
સ્થાન-કૌચિત’ કહેવાય છે. નિપ્રયોજન હાથ, પગ, મોઢ વગેરે અંગોને હલાવવા, ભાંડ આદિની જેમ ચેષ્ટાઓ કરવી તે “શરીર-કૌકુચિત” છે. હાસ્ય ઉત્પાદક વચન બોલવા, પશુપક્ષીઓની નકલ કરવી, લોકોને હસાવવા માટે અનાર્ય દેશની ભાષા બોલવી, વિભિન્ન દેશવાસી સ્ત્રી-પુરુષોના વાણી-વિલાસની નકલ કરવી, તે ‘ભાષા-કૌચિત’ છે. ઉક્ત સર્વ પ્રકારની કુચેષ્ટાઓ સાધુ માટે નિષિદ્ધ છે, તે કુચેષ્ટાઓથી