________________
સ્થાનઃ
૧૪૫
હીયમાન અવધિજ્ઞાન. જેમ ઈંધણ કાઢતાં, અગ્નિ ધીમે-ધીમે ઘટતી જાય તેમ.
(૫) પ્રતિપાતી– જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી નાશ પામે. જેમ ફૂંક મારવાથી દીવો બુઝાય તેમ. (૬) અપ્રતિપાતી– જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી નાશ ન પામે, ભવ પર્યંત અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ટકી રહે.
ન બોલવા યોગ્ય વચન :
९२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई छ अवयणाइं वइत्तए, તું બહા- અલ્તિયવયર્ન, દીલિયવયને, વિસિયવયને, સવયને, गारत्थिय-वयणे, विउसवियं वा पुणो उदीरित्तए ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓએ છ પ્રકારના વચન બોલવા ન જોઈએ, તે આ પ્રમાણે છે– (૧) અલીક વચન– અસત્ય વચન (૨) હીલિત વચન– અવહેલના યુક્ત વચન (૩) ખિંસિત વચન– માર્મિક વચન (૪) પરુષ વચન– કઠોર વચન (૫) ગાર્હસ્થિક વચન– ગૃહસ્થાવાસના સંબંધ સૂચક કાકા, મામા વગેરે વચન (૬) વ્યવસિત ઉદીરિત વચન–શાંત થયેલા કલહની ઉદીરણા કરનારું વચન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુના બીજા મહાવ્રત અને ભાષા સમિતિની સુરક્ષા માટે છ પ્રકારના ન બોલવા યોગ્ય વચનનું કથન કર્યું છે.
દોષારોપાણ કરનારને પ્રાયશ્ચિત્ત :
| ९३ छ कप्पस्स पत्थारा पण्णत्ता, तं जहा - पाणाइवायस्स वायं वयमाणे, मुसावायस्स वायं वयमाणे, अदिण्णादाणस्स वायं वयमाणे, अविरइवायं वयमाणे, अपुरिसवायं वयमाणे, दासवायं वयमाणे । इच्चेए छ कप्पस्स पत्थारे पत्थारेत्ता सम्मं अपडिपूरेमाणे तट्ठाणपत्ते ।
ભાવાર્થ :- સાધ્વાચારના છ મોટા પ્રાયશ્ચિત્ત વિકલ્પ છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત સંબંધી આરોપાત્મક વચન બોલે. (૨) મૃષાવાદ સંબંધી આરોપાત્મક વચન બોલે. (૩) અદત્તાદાન સંબંધી આરોપાત્મક વચન બોલે. (૪) અબ્રહ્મચર્ય સંબંધી આરોપાત્મક વચન બોલે. (૫) પુરુષત્વ હીનતાના અર્થાત્ નપુંસકતાના આરોપાત્મક વચન બોલે. (૬) દાસત્વ સંબંધી આરોપાત્મક વચન બોલે.
આ છ કલ્પમાં આક્ષેપ સ્થાપિત કરી જો કોઈ સાધુ તેને સમ્યક્ પ્રકારે પ્રમાણિત ન કરી શકે તો, તે પોતે જ આરોપિત દોષ સંબંધી પ્રાયશ્ચિત્તના ભાગી થાય છે.