________________
૧૪૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વિવેચન :
અવગ્રહના બે ભેદ- વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
ઇન્દ્રિય અને શબ્દાદિ વિષય સંબંધી અવ્યક્ત જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાગ્રહ ચક્ષુ અને મનને છોડીને શેષ ચાર ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. તે વિષયને દૂરથી જ ગ્રહણ કરી લે છે. વિષય અને આ બે ઇન્દ્રિયનો સંયોગ થતો નથી માટે તે બંનેમાં વ્યંજનાવગ્રહ નથી. વ્યંજનાવગ્રહનો સમય અસંખ્યાત સમયનો છે. વ્યંજનાવગ્રહ થયા પછી "આ કાંઇક છે" તેવા સામાન્ય ગ્રાહી જ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. તેનો સમય માત્ર એક સમય છે. તે વસ્તુના સામાન્ય ધર્મને જાણે છે.
અલ્યો :- નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત, આ કાંઈક છે, કાંઈક સંભળાયું, કાંઈક ગંધ આવી, આ રીતે અર્થાવગ્રહ માત્ર સામાન્યને ગ્રહણ કરે છે. પાંચ ઇન્દ્રિય અને મન, આ છ ઇન્દ્રિય દ્વારા અર્થાવગ્રહ થાય છે માટે અર્થાવગ્રહના છ પ્રકાર છે. અવધિજ્ઞાનના પ્રકાર :९१ छव्विहे ओहिणाणे पण्णत्ते, तं जहा- आणुगामिए, अणाणुगामिए, वड्डमाणएहायमाणए, पडिवाई, अपडिवाई । ભાવાર્થ :- અવધિજ્ઞાનના છ પ્રકાર છે, તે આ પ્રમાણે- (૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતી. વિવેચન :
ઇન્દ્રિય અને મનની સહાયતા વિના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક, રૂપી પદાર્થોને જે જ્ઞાન જાણે તે અવધિજ્ઞાન કહેવાય છે. તેના છ ભેદ છે. (૧) આનુગામિક આનુગામિક અવધિજ્ઞાની જ્યાં જાય ત્યાં તે અવધિજ્ઞાન સાથે જાય છે. અર્થાત્ જ્યાં જાય ત્યાંના વિષયભૂત પદાર્થને જાણે છે. જેમ કે નેત્ર જ્યાં જાય ત્યાં સાથે જાય, ટોર્ચનો પ્રકાશ વ્યક્તિની સાથે જાય છે. (૨) અનાનુગામિક– અનાનુગામિક અવધિજ્ઞાનીને જે સ્થાને જ્ઞાન થયું હોય તે જ ક્ષેત્રના પદાર્થને જાણે. અન્ય ક્ષેત્રમાં જાય તો અવધિજ્ઞાનના વિષયભૂત પદાર્થ જણાય નહીં. જેમ કે થાંભલાની લાઈટ. (૩) વર્ધમાન- જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પરિણામની વિશુદ્ધિથી વધતું જાય છે. જેમ ઈંધણ નાંખતા અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેમ. (૪) હીયમાન– જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી સંકલેશ પરિણામને કારણે ઉત્તરોત્તર ઘટતું જાય તે