________________
સ્થાન
૧૪૩
પંદરમા પર્વમાં– ફાગણના કૃષ્ણ પક્ષમાં (૫) ઓગણીસમા પર્વમાં– વૈશાખના કૃષ્ણ પક્ષમાં (૬) ત્રેવીશમા પર્વમાં– અષાઢના કૃષ્ણ પક્ષમાં.
८९ छ अतिरत्ता पण्णत्ता, तं जहा- चउत्थे पव्वे, अट्ठमे पव्वे, दुवालसमे પળ્યે, સોલતમે પળે, વીસને પળ્યે, ચડવીસમે વળ્યે ।
ભાવાર્થ :- છ અતિરાત્રિ (વૃદ્ધિવાળી તિથિ) છે, તે આ પ્રમાણે છે– (૧) ચોથા પર્વમાં– ભાદ્રપદના શુકલપક્ષમાં (૨) આઠમા પર્વમાં કારતકના શુકલપક્ષમાં (૩) બારમા પર્વમાં– પોષના શુકલપક્ષમાં (૪) સોળમા પર્વમાં– ફાગણના શુકલપક્ષમાં (૫) વીસમા પર્વમાં–વૈશાખના શુકલપક્ષમાં (૬) ચોવીસમા પર્વમાં– અષાઢના શુકલપક્ષમાં.
વિવેચન :
ઓમર્ત્તા :- અવમરાત્ર. ક્ષય પામતી—ઘટતી તિથિને અવમરાત્ર કહે છે. અવમ એટલે હીન, ક્ષય પામતી રાત્રિ. પડ્યે = પર્વ. અમાસ અને પૂનમને પર્વ કહે છે. ઉપલક્ષણથી અહીં પક્ષને જ પર્વ કહે છે. તૃતીય, સપ્તમ વગેરે પર્વમાં(પક્ષમાં) તિથિ ક્ષય થાય છે. કુલ એક વરસમાં છ ક્ષયતિથિ છે. તે ચંદ્ર સંવત્સરની અપેક્ષાએ છે.
અત્તા :– અતિરાત્ર. વૃદ્ધિ પામતી તિથિને અથવા અધિક દિવસને અતિરાત્રિ કહે છે. ચોથા, આઠમા વગેરે છ પક્ષમાં એક-એક તિથિ વૃદ્ધિ પામે છે. તે સૂર્ય સંવત્સરની અપેક્ષાએ છે.
કૃષ્ણપક્ષમાં તિથિ ક્ષય પામે અને શુક્લપક્ષમાં તિથિ વૃદ્ધિને પામે છે. ચંદ્રમાસનો અને યુગનો પ્રારંભ શ્રાવણ મહિનાથી થાય છે. ત્યાંથી એક મહિનાના બે પક્ષના હિસાબે ગણતરી કરતાં ભાદરવા વદ, કારતક વદ, પોષ વદ, ફાગણ વદ, વૈશાખ વદ અને અષાઢ વદમાં તિથિનો ક્ષય થાય છે. તે જ રીતે વધતી તિથિ માટે ગણના કરતાં ભાદ્રપદ શુક્લપક્ષ, કારતક શુક્લપક્ષ, પોષ - શુક્લપક્ષ, ફાગણ શુક્લપક્ષ, વૈશાખ શુક્લપક્ષ અને અષાઢ શુક્લ પક્ષમાં તિથિ વૃદ્ધિ પામે છે.
અર્થાવગ્રહાદિ પ્રકારઃ
९० आभिणिबोहियणाणस्स णं छव्विहे अत्थोग्गहे पण्णत्ते, तं जहा- सोइंदिय અન્થોનહે, પવિવૃલિય-અસ્થોહે, પાળિવિય-ગોળહે, નિમિલિયઅસ્થોનહે, સિવિય-અસ્ત્યોનફ્રે, ગોવિય-અસ્થો હે ।
ભાવાર્થ :- આભિનિબોધિક જ્ઞાન(મતિજ્ઞાન)ના છ પ્રકારના અર્થાવગ્રહ છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (૩) ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૪) જિલ્લેન્દ્રિય અર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૬) નોઇન્દ્રિય અર્થાવગ્રહ.