SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ પશ્ચિમ મહાવિદેહમાં સીસોદા નદી વહે છે. સીતા નદીની જેમ જ સીતોદા નદીને બંને બાજુની છ અંતર નદીઓ મળે છે. આ રીતે સૂત્રકારે છઠ્ઠા સ્થાનને અનુલક્ષીને છ-છ નદીઓનું કથન કર્યું છે. ધાતકીખંડ આદિમાં ક્ષેત્ર પર્વતાદિ - ८६ धायइसंडदीव-पुरथिमद्धे णं छ अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहाहेमवए हेरण्णवए हरिवासे, रम्मगवासे, देवकुरा, उत्तरकुरा । एवं जहा जंबुद्दीवे दीवे जाव अंतरणईओ जाव पुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे भाणियव्वं । ભાવાર્થ :- ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં છ અકર્મભૂમિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) હેમવત (૨) હરણ્યવત (૩) હરિવાસ (૪) રમ્યજ્વાસ (૫) દેવકુરુ (૬) ઉત્તરકુરુ. જંબુદ્વીપ નામના દ્વીપમાં વર્ષ, વર્ષધર પર્વત આદિથી અંતર નદી સુધીના વર્ણનની સમાન ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાર્ધમાં તથા પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ જાણવું જોઈએ. છ ઋતુઃ૮૭ ૪ ૩૫ઇUT, તં નહીં-પીરસે, વરસાર, સરપ, હેમંતે, વસંત, જિન્ટો ભાવાર્થ – છ પ્રકારની ઋતુ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાતૃ ઋતુ- શ્રાવણ અને ભાદરવો (૨) વર્ષા ઋતુ- આસો અને કારતક (૩) શરદ ઋતુ- માગસર અને પોષ માસ (૪) હેમંત ઋતુ- મહા અને ફાગણ (૫) વસંતઋતુ- ચૈત્ર અને વૈશાખ (૬) ગ્રીષ્મ ઋતુ– જેઠ અને અષાઢ. વિવેચન : લૌકિક વ્યવહારમાં વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ આ છ ઋતુ મનાય છે અને વર્ષાનો પ્રારંભ શ્રાવણથી થાય છે. બે-બે મહિનાની એક-એક ઋતુ ગણતા જેઠ-અષાઢને ગ્રીષ્મઋતુ કહે છે. ઘટતી વધતી તિથિઓ - ८८ छ ओमरत्ता पण्णत्ता, तं जहा- तइए पव्वे, सत्तमे पव्वे, एक्कारसमे पव्वे, पण्णरसमे पव्वे, एगूणवीसइमे पव्वे, तेवीसइमे पव्वे । ભાવાર્થ :- છ અવમરાત્રિ-ક્ષય તિથિ છે, તે આ પ્રમાણે છે– (૧) ત્રીજા પર્વમાં– ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં (૨) સાતમા પર્વમાં–કારતકના કૃષ્ણપક્ષમાં (૩) અગિયારમા પર્વમાં પોષના કૃષ્ણ પક્ષમાં (૪)
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy