________________
સ્થાન
૧૪૧ ]
८३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं छ महाणईओ पण्णत्ताओ, तं जहा- णरकता, णारिकता, सुवण्णकूला, रुप्पकूला, रत्ता, रत्तवती । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના ઉત્તર ભાગમાં છ મહાનદીઓ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) નરકત્તા (૨) નારીકત્તા (૩) સુવર્ણકૂલા (૪) રુપ્પકૂલા (૫) રક્તા (૬) રક્તવતી. ८४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए उभयकूले छ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- गाहावई, दहवई, पंकवई, तत्तजला, मत्तजला, उम्मत्तजला । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતના પૂર્વ ભાગમાં સીતા મહાનદીની (ઉત્તર-દક્ષિણ)બંન્ને બાજુએ છ અંતર નદીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) ગ્રાહવતી (૨) કહવતી (૩) પંકવતી (૪) તપ્ત જલા (૫) મત્તજલા (૬) ઉન્મત્તલા.
८५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीतोदाए महाणईए उभयकूले छ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- खीरोदा, सीहसोता, अंतोवाहिणी, उम्मि- मालिणी, फेणमालिणी, गंभीरमालिणी । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતના પશ્ચિમ ભાગમાં સીસોદા મહાનદીની બંન્ને બાજુએ છ અંતર નદીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષીરોદા (૨) સિંહસ્રોતા (૩) અંતર્વાહિની (૪) ઉર્મિમાલિની (૫) ફેનમાલિની (૬) ગંભીરમાલિની. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપની નદીઓનું કથન કર્યું છે. જંબૂદ્વીપના મેરુપર્વતથી દક્ષિણ વિભાગમાં ત્રણ ક્ષેત્ર છે. તે પ્રત્યેક ક્ષેત્રમાં બે-બે મહાનદીઓ પ્રવાહિત થાય છે. ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ, હેમવત ક્ષેત્રમાં રોહિતા અને રોહિતાશા, હરિવર્ષ ક્ષેત્રમાં હરિ(હરિસલિલા) અને હરિકતા નદી. આ રીતે દક્ષિણ વિભાગમાં છ મહાનદીઓ છે.
ઉત્તર દિશામાં રમ્યક વર્ષક્ષેત્રમાં નરકતા અને નારીકતા, હરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકુલા અને રુપ્યકલા, ઐરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી નદી. આ રીતે ઉત્તર વિભાગમાં છ મહાનદીઓ થાય છે.
પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદી વહે છે. પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ વિભાગમાં આઠ-આઠ વિજય છે. તેને વિભાજિત કરનાર ચાર-ચાર વક્ષસ્કાર પર્વત અને ત્રણ-ત્રણ અંતર નદીઓ છે. તેથી સીતાનદીની ઉત્તર દિશામાં ત્રણ અને દક્ષિણ દિશામાં ત્રણ, તેમ બંને બાજુની કુલ છ અંતર નદીઓ સીતા નદીને મળે છે.