________________
૧૪૦ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
વિવેચન :
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ચુલ્લહિમવંત, મહાહિમવંત અને નિષધ આ ત્રણ વર્ષધર પર્વત છે. તેમાં ચલહિમવંત વર્ષધર પર્વત પર ૧૧ કૂટ, મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ કૂટ અને નિષધ વર્ષધર પર્વત પર નવ ફૂટ છે.
છઠ્ઠું સ્થાન હોવાથી સૂત્રકારે મેરુ પર્વતની ૧૦,000 યોજનની પહોળાઈ જેટલા દક્ષિણ દિશાના ક્ષેત્રમાં આવતા પ્રત્યેક પર્વતના મધ્યના બે-બે કૂટોને ગ્રહણ કરીને છ ફૂટોનું કથન કર્યું છે.
તે જ રીતે ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વત પર નવકૂટ, રુકિમ વર્ષધર પર્વત પર આઠ કૂટ અને શિખરી વર્ષધર પર્વત પર ૧૧ કટ છે. પૂર્વવતુ તે દરેક પર્વતના બે-બે કૂટને ગ્રહણ કરીને ઉત્તર દિશામાં છ ફૂટ થાય છે. જંબૂઢીપના મહાદ્રહ:८१ जंबुद्दीवे दीवे छ महद्दहा पण्णत्ता, तं जहा- पउमद्दहे, महापउमद्दहे, तिगिछिद्दहे, केसरिद्दहे, महापोंडरीयद्दहे, पुंडरीयद्दहे ।
तत्थ णं छ देवयाओ महिड्डियाओ जाव पलिओवमट्ठिइयाओ परिवसंति, તં નહ-સિરા, હિરી, ઉધ, વિષ, વૃદ્ધી, છી . ભાવાર્થ:- જેબૂદ્વીપ નામના દ્વીપમાં છ મહાદ્રહ છે, તે આ પ્રમાણે છે- (૧) પદ્મદ્રહ (૨) મહાપદ્મદ્રહ (૩) તિબિંછદ્રહ (૪) કેશરીદ્રહ (૫) મહાપુંડરીકદ્રહ (૬) પુંડરીકદ્રહ.
ત્યાં મહર્થિક યાવત પલ્યોપમની સ્થિતિવાળી છ દેવીઓ નિવાસ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રી દેવી (૨) હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિ દેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી. વિવેચન :
જંબદ્વીપના છ વર્ષઘર પર્વત પર ક્રમશઃ એક-એક મહાદ્રહ છે અને તેના ઉપર ક્રમશઃ એક-એક દેવીઓ નિવાસ કરે છે. જંબૂઢીપની મહાનદીઓ, અંતરનદીઓ:
८२ जंबुदीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं छ महाणईओ पण्णत्ताओ, સંગા- સંપા, સિંધુ, રોદિયા, રોહિતસા, હા, હરિવંતા !
ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતના દક્ષિણ ભાગમાં છ મહાનદીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ગંગા (૨) સિવુ (૩) રોહિતા (૪) રોહિતાશા (૫) હરિ (૬) હરિકંતા.