________________
શ્રી ઠાણાગ સૂત્ર-૨
પ્રશ્નો, (૨) વ્યગ્રહ પ્રશ્ન- મિથ્યાભિનિવેશથી બીજાને પરાજિત કરવા પૂછાતા પ્રશ્નો (૩) અનુયોગી પ્રશ્ન- સૂત્રાદિના અર્થ–વ્યાખ્યા સમજવા પૂછાતા પ્રશ્નો (૪) અનુલોમ પ્રશ્ન- શુભભાવથી, કુશળ સમાચાર માટે પૂછાતા પ્રશ્નો (૫) તથાજ્ઞાન પ્રશ્ન- પોતાને જ્ઞાન હોવા છતાં અન્યની જ્ઞાનવૃદ્ધિ માટે પૂછાતા પ્રશ્નો (૬) અતથાજ્ઞાન પ્રશ્ન- સ્વયંની જાણકારી માટે પૂછાતા પ્રશ્નો.
ઉપપાત વિરહ સ્થાનો:१०४ चमरचंचा णं रायहाणी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । ભાવાર્થ - ચમચંચા રાજધાની ઉત્કૃષ્ટ છ મહિના સુધી ઉત્પત્તિથી રહિત હોય છે. અર્થાત્ ચમરેન્દ્રનો વિરહકાલ છ માસનો છે. १०५ एगमेगे णं इंदट्ठाणे उक्कोसेणं छम्मासे विरहिए उववाएणं । ભાવાર્થ:- આ જ રીતે દરેક ઇન્દ્ર સ્થાન ઉત્કૃષ્ટ છ માસ સુધી ઇન્દ્રના ઉપપાતથી રહિત હોય છે. १०६ अहेसत्तमा णं पुढवी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । ભાવાર્થ:- સાતમી નરક ઉત્કૃષ્ટ છ મહિના સુધી નારક જીવના ઉપપાત રહિત હોય છે. १०७ सिद्धिगई णं उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । ભાવાર્થ - સિદ્ધગતિ ઉત્કૃષ્ટ છ મહિના સુધી સિદ્ધ જીવોના ઉપપાત રહિત હોય છે. આયુબંધ સમયે બંધાતી પ્રકૃતિઓઃ१०८ छव्विहे आउयबंधे पण्णत्ते, तं जहा- जाइणाम-णिहत्ताउए, गइणामणिहत्ताउए ठिइणाम-णिहत्ताउए, ओगाहणाणाम-णिहत्ताउए,पएसणामणिहत्ताउए, अणुभागणाम-णिहत्ताउए । ભાવાર્થ :- આયુષ્ય બંધના છ પ્રકાર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિનામનિધત્તાયુ- આયુષ્ય કર્મના બંધની સાથે જાતિનામ કર્મનું સંબંધિત થવું. (૨) ગતિનામનિધત્તાયુ- આયુષ્ય કર્મના બંધની સાથે ગતિનામ કર્મનું સંબંધિત થવું. (૩) સ્થિતિનામનિધત્તાયુ– આયુષ્ય કર્મના બંધની સાથે સ્થિતિનું સંબંધિત થવું. (૪) અવગાહના નામ નિધત્તાયુ- આયુષ્ય કર્મના બંધ સાથે શરીરનામકર્મનું સંબંધિત થવું. (૫) પ્રદેશનામ નિધત્તાયુ આયુષ્ય કર્મના બંધની સાથે અન્ય કર્મ પ્રદેશોનું સંબંધિત થવું. (૬) અનુભાગ નામ નિધત્તાયુ– આયુષ્ય કર્મના બંધ સાથે અનુભાગનું સંબંધિત થવું. १०९ णेरइयाणं छव्विहे आउयबंधे पण्णत्ते, तं जहा- जाइणाम णिहत्ताउए,