________________
સ્થાન
| ૧૩૭ |
નક્ષત્રોને અર્ધ સમક્ષેત્રી કહે છે. તે અંતિમ-પાછળના ભાગથી રાત્રે જ યોગ કરે છે. તેથી તેને નક્તભાગી કહ્યા છે. (૩) દ્વયાÁ સમક્ષેત્રી નક્ષત્રો:- ચંદ્ર સાથે ૪૫ મુહુર્ત યોગ કરનાર નક્ષત્રોનું ક્ષેત્ર દ્વયાર્ધ સમક્ષેત્ર છે. તે નક્ષત્રો દ્વાર્ધ સમક્ષેત્રી કહેવાય છે. તે નક્ષત્રો ચંદ્ર સાથે આગળ અને પાછળ બંને બાજુથી યોગ કરે છે તેથી તેને ઊભયયોગી કહ્યા છે.
કુલકર ઊંચાઈ:|६९ अभिचंदे णं कुलकरे छ धणुसयाई उड्ढे उच्चत्तेणं होत्था । ભાવાર્થ - અભિચંદ્ર કુલકર છસો ધનુષ્યની ઊંચાઈવાળા હતા. ભરત ચકીનો રાજ્યકાળ :७० भरहे णं राया चाउरंतचक्कवट्टी छ पुव्वसयसहस्साई महाराया होत्था । ભાવાર્થ - ચાતુરંત ચક્રવર્તી ભરત રાજા છ લાખ પૂર્વ સુધી મહારાજ પદ ઉપર રહ્યા. પાર્શ્વનાથ પ્રભુના વાદી મુનિઓ:|७१ पासस्स णं अरहओ पुरिसादाणियस्स छ सया वादीणं सदेवमणुयासुराए परिसाए अपराजियाणं संपया होत्था । ભાવાર્થ :- પુરુષાદાનીય ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની દેવ, મનુષ્ય અને અસુરોની પરિષદમાં અપરાજિત એવા છસો વાદી મુનિઓની સંપદા હતી. વાસુપૂજ્ય પ્રભુના સહદીક્ષિત સાધુઓ - ७२ वासुपुज्जे णं अरहा छहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता, अगाराओ, अणगारियं पव्वइए। ભાવાર્થ :- વાસુપૂજ્ય નામના બારમા તીર્થકર છસો પુરુષો સાથે મુંડિત થઈ, ગૃહસ્થવાસને છોડી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા હતા. ચંદ્રપ્રભુનો છદ્મસ્થકાળઃ७३ चंदप्पभे णं अरहा छम्मासे छउमत्थे होत्था । ભાવાર્થ :- ચંદ્રપ્રભુ તીર્થકર છ મહિના સુધી છદ્મસ્થ રહ્યા.