________________
૧૩૮ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
આરંભ અનારંભ જનિત સંચમ-અસંયમ - ७४ तेइंदिया णं जीवा असमारभमाणस्स छव्विहे संजमे कज्जइ, तं जहाघाणमयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ । घाणमएणं दुक्खेणं असंजोए त्ता भवइ । जिब्भामयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ, जिब्भामएणं दुक्खेण असंजोएत्ता भवइ । फासामयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ । फासमएणं दुक्खेणं असंजोएत्ता भवइ । ભાવાર્થ :- ઇન્દ્રિય જીવોની ઘાત ન કરનારા પુરુષને છ પ્રકારનો સંયમ થાય છે. તે આ પ્રમાણે છે(૧) તે પુરુષ ઘ્રાણ જનિત સુખનો વિયોગ કરાવનાર થતો નથી (૨) ઘ્રાણ જનિત દુઃખનો સંયોગ કરાવનાર થતો નથી (૩) રસ જનિત સુખનો વિયોગ કરાવનાર થતો નથી (૪) રસ જનિત દુઃખનો સંયોગ કરાવનાર થતો નથી. (૫) સ્પશે જનિત સુખનો વિયોગ કરાવનાર થતો નથી (૬) સ્પશે જીનત દુઃખનો સંયોગ કરાવનાર થતો નથી. ७५ तेइंदिया णंजीवासमारभमाणस्स छविहे असंजमेकज्जइ,तंजहा- घाणमयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ, घाणमएण दुक्खेण सजोएत्ता भवइ । जिब्भामयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ, जिब्भामएणं दुक्खेणं संजोएत्ता भवइ । फासामयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ, फासामएणं दुक्खेणं संजोएत्ता भवइ । ભાવાર્થ:- તેન્દ્રિય જીવોની ઘાત કરનારાને છ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) તે પુરુષ ઘાણ જનિત સુખનો નાશ કરનાર થાય છે. (૨) ઘાણ જનિત દુઃખનો સંયોગ કરાવનાર બને છે. (૩) રસ જનિત સુખનો નાશ કરનાર થાય છે. (૪) રસ જનિત દુઃખનો સંયોગ કરાવનાર બને છે. (૫) સ્પર્શ જનિત સુખનો નાશ કરનાર થાય છે. (૬) સ્પર્શજનિત દુઃખનો સંયોગ કરાવનાર બને છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં તેઈદ્રિય જીવોના ઘાતથી થતાં ૬ પ્રકારના અસંયમ અને ઘાત નહીં કરવાથી થતાં દ પ્રકારના સંયમનું કથન છે. તેઈદ્રિય જીવોને સ્પર્શ, જિલ્લા અને ધ્રાણ આ ત્રણ ઈદ્રિય હોય છે. પ્રત્યેક ઈદ્રિયના ઘાતથી તે તે ઈદ્રિયજન્ય સુખનો વિયોગ અને દુઃખનો સંયોગ થાય છે. આ રીતે પ્રત્યેક ઈદ્રિયની ઘાતથી બે રીતે અસંયમ અને ઈદ્રિય રૂ૫ પ્રાણને કષ્ટ ન આપે તો બે રીતે સંયમ થાય છે. તેથી બેઈદ્રિય જીવોના ઘાતથી ૪ પ્રકારે, તેઈદ્રિય જીવોની ઘાતથી ૬ પ્રકારે, ચૌરેન્દ્રિય જીવોની ઘાતથી આઠ પ્રકારે અને પંચેન્દ્રિય જીવોની ઘાતથી દસ પ્રકારે અસંયમ અને ઘાત ન કરે તો સંયમ થાય છે. સ્થાન-૪, ઉદ્દે.-૪, સૂત્ર-૧૦૫,૧૦૬ માં બેઈદ્રિય, સ્થાન-૮, સૂત્ર-૩૬,૩૭માં ચૌરેન્દ્રિય, સ્થાન-૧૦, સૂત્ર-૨૨,૨૩માં પંચેન્દ્રિય જીવો સંબંધી સંયમ અને અસંયમનું કથન છે.