________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
અર્થ અધમ કર્યો છે. આ છ પ્રાણીઓને અધમ માનવાના બે કારણ છે. તેમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી અને અનંતર ભવમાં તેઓ સિદ્ધ થઈ શકતા નથી. સંમૂર્ચ્છિમ તિર્યંચો અસંશી છે. તેઓમાં પૂર્ણ વિવેક ન હોવાથી તેને ક્ષુદ્ર કહ્યા છે.
૧૩૪
ગોચરચર્ચાના પ્રકાર ઃ
૬૨ ઇષ્વિહા ગોવરવરિયા પળત્તા, તેં બહા- પેડા, અનપેડા, નોમુત્તિયા, પતંગ- વીદિયા, સંત્રુવિટ્ટા, ઋતુપવાયા |
ભાવાર્થ :- ગોચરચર્યા(ગૌચરીની ભ્રમણ વિધિ) છ પ્રકારની છે, તે આ પ્રમાણે છે–
(૧) પેટા– પેટીના આકારે અથવા ગામના કોઈપણ એક વિભાગમાં ગૌચરી માટે ભ્રમણ કરવું (૨) અર્ધપેટા– અર્ધપેટીના આકારે અથવા એક વિભાગના પણ અર્ધ વિભાગમાં ગૌચરી માટે ભ્રમણ કરવું (૩) ગોમૂત્રિકા– ગોમૂત્રિકાના આકારે ભ્રમણ કરવું (૪) પતંગવીથિકા- પતંગિયાની ગતિ પ્રમાણે ગૌચરી માટે ભ્રમણ કરવું (૫) શંબૂકાવર્તા– શંખાવર્તના આકારે ગૌચરી માટે ભ્રમણ કરવું (s) ગત્યા-પ્રત્યાગતા ઉપાશ્રયમાંથી નીકળતા અથવા પાછા વળતાં ગૌચરી કરવી.
વિવેચન :
--
गोयरचरिया - ગોચર ચર્યા. ગાયની ચરવાની ક્રિયા જેવી જે ચર્યા તે ગોચરચર્યા કહેવાય છે. ગાય ઊંચાનીચા સ્થાનમાં ચરે છે, તેમ સાધુ રાગદ્વેષ રહિતપણે ઉચ્ચ, મધ્યમ અને સાધારણ કુળમાં ભિક્ષાર્થે ચર્યા– ભ્રમણ કરે છે. ગોચરચર્યાને ભિક્ષાચર્યા પણ કહે છે. તેના છ પ્રકાર છે– (૧) પેડા- પેટા. પેટીમંજૂષામાં વિભાગ હોય તેમ ગ્રામાદિના ચાર વિભાગ કરી કોઈ એક વિભાગમાં ભિક્ષાર્થે ભ્રમણ કરવું. (૨) અવેડા- અર્ધપેટા. પેટા ગોચરચર્યાના ચાર વિભાગ કરી, એક વિભાગના (પેટાના) અર્ધ ભાગમાં ભિક્ષા માટે જવું. (૩) ગોમુત્તિયા ગોમૂત્રિકા. ગોમૂત્રિકાની જેમ ડાબેથી જમણે અને જમણે ડાબે ભિક્ષાર્થ ભ્રમણ કરવું (૪) પતાવીહિયા- પતંગિયાની જેમ વચ્ચેના ઘર છોડી ફરતાં છૂટા-છવાયા ઘરોમાં ભ્રમણ કરવું. (૫) સંવુ વિટ્ટા- શંબૂકાવર્ત. શંખની જેમ આવત્ત લઈ ભ્રમણ કરવું અર્થાત્ ગ્રામાદિના મધ્યભાગના ઘરોથી શરૂ કરી બહારના ઘરો સુધી ભ્રમણ કરવું અથવા બહારથી શરૂ કરી મધ્યભાગના ઘરો સુધી ભિક્ષા પ્રાપ્તિ માટે ભ્રમણ કરવું. (s) તું પ તા- ગત્યા પ્રત્યાગતા. જે ગોચરચર્યામાં જઈને આવવું હોય અર્થાત્ એક ગૃહ પંક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરતા જવું અને પછી સામેની બીજી ગૃહ પંક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરતા સ્વસ્થાને પાછા ફરવું. વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩૦.
અતિનિકૃષ્ટ મહાનરક :
| ६३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं इमीसे रयणप्पभाए पुढ