________________
સ્થાન-૬
અછુતોમા, પહિતોમત્તા, મત્તા, મેતત્તા ।
ભાવાર્થ :- વિવાદ(શાસ્ત્રાર્થ)ના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વાદીના તર્કનો પ્રત્યુત્તર ધ્યાનમાં ન આવે, તો સમય પસાર કરવા તે વિષયથી દૂર રહેવું. (૨) શાસ્ત્રાર્થની પૂર્ણ તૈયારી થઈ જાય કે તુરંત વાદીને પરાજિત કરવા આગળ આવવું. (૩) વિવાદમાં પ્રમુખ વ્યક્તિને પોતાની કરી લેવી અથવા પ્રતિવાદીના પક્ષનું એકવાર સમર્થન કરી, તેને પોતાને અનુકૂળ કરી લેવા. (૪) શાસ્ત્રાર્થની પૂર્ણ તૈયારી થઈ જાય પછી વિવાદના પ્રમુખ તથા પ્રતિપક્ષીની ઉપેક્ષા કરવી. (૫) વિવાદમાં મુખ્ય વ્યક્તિની સેવા કરી તેને પોતાના પક્ષમાં કરવા. (૬) નિર્ણાયકોમાં પોતાના સમર્થકોનો બહુમત કરવો.
વિવેચન :
૧૩૩
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના વિવાદનું નિરૂપણ કર્યું છે.
-
વિવાદ :– લબ્ધિ, ખ્યાતિ આદિની કામનાથી, જય-પરાજયની ભાવનાપૂર્વક છળપ્રધાન જે ચર્ચા થાય છે તેને વિવાદ કહે છે.
વાદ-વિવાદ અથવા શાસ્ત્રાર્થના મૂળ ચાર અંગ છે. વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિ.
(૧) વાદી– પૂર્વપક્ષની સ્થાપના કરે (૨) પ્રતિવાદી– વાદીના પક્ષનું ખંડન કરી પોતાના પક્ષનું સ્થાપન કરે (૩) સભ્ય– સાંભળવા આવેલા હોય તે નિર્ણાયક. (૪) સભાપતિ– વાદવિવાદ સમયે કલહ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે જે નિયામક હોય તે પ્રમુખ વ્યક્તિ.
વ્યાખ્યાનુસાર કોઈને હરાવવાની બુદ્ધિથી વાદ-વિવાદ થાય તે વિજિગીષુવાદ કહેવાય અને શંકાના સમાધાન માટે શાસ્ત્રાર્થ કરાય તે તત્ત્વ-નિર્ણયવાદ કહેવાય છે. તેના છ પ્રકારનું સ્વરૂપ ભાવાર્થથી સ્પષ્ટ છે.
ક્ષુદ્રપ્રાણીના પ્રકાર ઃ
૬૨ છબિદા બુઢ્ઢા પાળા પળત્તા, તં ના- નેલિયા, તેવિયા, ચંડિિલયા, સમુચ્છિમ-પંવિવિય-ત્તિરિવહનોળિયા, તેડાડ્યા, વાડાડ્યા ।
ભાવાર્થ -
ક્ષુદ્ર પ્રાણીના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–
(૧) બેઇન્દ્રિય (૨) તેઇન્દ્રિય (૩) ચૌરેન્દ્રિય (૪) સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય (૫) તેઉકાયિક વાયુકાયિક.
વિવેચન :
સ્થાન-૪, ઉદ્દેશક-૪માં ચાર પ્રકારના ક્ષુદ્ર પ્રાણીનું કથન છે. અહીં તેઉ. વાયુ સહિત છ પ્રકારના ક્ષુદ્ર પ્રાણીનું કથન છે. વુડ્ડા = ક્ષુદ્ર. ક્ષુદ્રા: અધમાઃ ।- સ્થાનાંગવૃત્તિ. વૃત્તિકા૨ે પ્રસ્તુત સૂત્રમાં ક્ષુદ્રનો