________________
૧૩૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વિવેચન :
નિર્જરાના મુખ્ય સાધનભૂત તપના છ બાહ્ય અને છ આત્યંતર, તેમ કુલ બાર ભેદ છે. બાલત૫ - જે તપને લોકો બાહ્યદષ્ટિએ તપરૂપે ઓળખે છે અથવા જે તપ બાહ્ય શરીરને તપાવે, કૃશ કરે અને કર્મોનો ક્ષય કરે છે તેને બાહાતપ કહે છે. તેના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે(8) અજીત :- અભોજન. અલ્પ સમય કે જીવનપર્યત આહારનો ત્યાગ. (૨) ગોનોરિયા :- અવમોદરિકા, ઉણોદરી. અવમ = ન્યૂન, અલ્પ, ઉદર = પેટ. પેટને ઉણું રાખવું. ભૂખ કરતા અલ્પ આહાર લેવો. ઉપકરણ, ક્રોધાદિ કષાયની અલ્પતા કરવી. (૩) મિચ્છારિયા – ભિક્ષાચર્યા. વિવિધ પ્રકારના અભિગ્રહ-સંકલ્પ સહ ભિક્ષા લેવા માટે જવું. ભિક્ષાચર્યા નિર્જરાનું કારણ હોવાથી તપ કહેવાય છે. (૪) રસપરિક્વાણ:- રસપરિત્યાગ. ઘી-દૂધ વગેરે રસવંતા આહારનો ત્યાગ કરવો. () જિર્નો - કાયકલેશ. દેહાધ્યાસ છોડવા માટે શરીરને કષ્ટ આપવું. વીરાસન વગેરે આસને બેસવું. કેશલુંચન કરવું. (૬) ડિસંખયા - ઇન્દ્રિયોને વિષયાદિથી ગોપવવી. વિષયો તરફ જતી વૃત્તિઓને પાછી વાળીને આત્મભાવમાં લીન કરવી. આવ્યંતર તપ -જે તપને બાહ્યદષ્ટિએ લોકો તપ રૂપે ઓળખતા નથી પરંતુ કર્મનિર્જરામાં જે નિમિત્તભૂત છે, તેને આત્યંતર તપ કહે છે. તેના છ ભેદ આ પ્રમાણે છે.
પછિત્ત :- લાગેલા દોષો અને અતિચારોની શુદ્ધિ કરવી.
વિશ - જિનીયસે તિ વિનયઃ | જે ક્રિયા દ્વારા કર્મો દૂર થાય તે વિનય. જ્ઞાની, રત્નાધિક વગેરે પ્રત્યે બહુમાન આદિ વિનયની પ્રવૃત્તિ છે. શાસ્ત્રોમાં તેના અનેક ભેદ-પ્રભેદ છે. વેળાવā – આચાર્ય ગુરુ વગેરેની સેવા ભક્તિ કરવી. સ ગો - સ્વાધ્યાય. શ્રુતજ્ઞાનની આરાધના કરવી શાસ્ત્રોનું અધ્યયન, મનન કરવું. ફાઈ – ધ્યાન. જિનેશ્વરની આજ્ઞાદિ કોઈપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવું. વડલો - વ્યુત્સર્ગ. ગણ, શરીર, ઉપધિ, કષાયાદિને છોડવા, તેનો ત્યાગ કરવો. વાદના છ પ્રકાર:|६० छव्विहे विवादे पण्णत्ते, तं जहा- ओसक्कइत्ता, उस्सक्कइत्ता,