________________
સ્થાન
[ ૧૩૧ |
(૫) ક્ષિપ્રઃ- કોઈ પણ વિષયને ઇન્દ્રિય અથવા મનથી શીઘ્ર જાણી લે. યથા-સ્પર્શેન્દ્રિય દ્વારા અંધકારમાં પણ કોઈ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી લે તેને ક્ષિપ્ર કહે છે. () અક્ષિપ્ત :- ક્ષયોપશમની મંદતા અથવા ઉપયોગની વિક્ષિપ્તતાના કારણે કોઈપણ વિષયને થોડા સમય પછી જાણી શકે તેને અક્ષિપ્ર કહે છે. (૭) અનિશ્રિતઃ- કોઈપણ હેતુ અથવા નિમિત્ત વિના વસ્તુને કે તેના ગુણને જાણી લે તેને અનિશ્ચિત કહે છે. (૮) નિશ્ચિતઃ- કોઈપણ હેતુ, યુક્તિ, નિમિત્ત, લિંગ આદિ વડે જાણે તેને નિશ્રિત કહે છે. (૯) અસંદિગ્ધઃ- દ્રવ્યનું અથવા પર્યાયનું જે કાંઈ જ્ઞાન થાય તે સંદેહ રહિત જાણે તેને અસંદિગ્ધ કહે છે. (૧૦) સંદિગ્ધ – કોઈપણ વિષયનું સંદેહપૂર્વક જ્ઞાન થાય તેને સંદિગ્ધ કહે છે. (૧૧) ધ્રુવઃ- જે વિષયને જાણ્યો છે તે જ્ઞાન કાયમ રહે, ટકી રહે તેને ધ્રુવ કહે છે. (૧૨) અધુવ – થયેલું જ્ઞાન પલટાતું રહે તેવા અસ્થિર જ્ઞાનને અધુવ કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં ધારણાના છ પ્રકારમાં ક્ષિપ્ર અને ધ્રુવના સ્થાને પોરાણ અને 'દુર્ધર' શબ્દનો પ્રયોગ છે અને ક્રમમાં ભિન્નતા છે. પોરા :–ભૂતકાળના અર્થને ધારણ કરવા. જેમ અમુક મુનિએ અમુક વર્ષ, માસ, પક્ષમાં અમુક દિવસે અમુક સમયે દીક્ષા ગ્રહણ કરી હતી. સામાન્ય માણસને વિસ્મૃતિ થઈ જાય તેવા કાળજ્ઞાનની ધારણા. કુદર :- બુદ્ધિના પરિશ્રમ વડે ધારણા કરી શકાય તેવી ધારણાને દુર્ધર ધારણા કહે છે. ગણિત સંબંધી જ્યોતિષ સંબંધી ભંગજાળ વગેરે કઠિન વિષયને ધારણ કરવા.
બાહ્ય આવ્યંતર તપના પ્રકાર :५८ छव्विहे बाहिरए तवे पण्णत्ते, तं जहा- अणसणं, ओमोदरिया, भिक्खायरिया, रसपरिच्चाए, कायकिलेसो, पडिसलीणता । ભાવાર્થ – બાહ્ય તપના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ (૬) પ્રતિસલીનતા. ५९ छव्विहे अभंतरिए तवे पण्णत्ते, तं जहा- पायच्छित्तं, विणओ, वेयावच्चं, सज्झाओ, झाणं, विउस्सग्गो । ભાવાર્થ:- આત્યંતર તપના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાયશ્ચિત્ત (ર) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) વ્યુત્સર્ગ.