________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
५६ छव्विहा अवायमइ पण्णत्ता, तं जहा - खिप्पमवेइ जाव असंदिद्धमवेइ । ભાવાર્થ :- અવાયમતિના(ઈહાથી જાણેલા પદાર્થનો નિશ્ચય કરવો, તેના) છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ક્ષિપ્ર અવાય યાવત્ અસંદિગ્ધ અવાય.
૧૩૦
५७ छव्विहा धारणामइ पण्णत्ता, तं जहा- - વધુ થરેફ, વવિદ્દ થરે, જોરાળ થરે, વુન્દર રેફ, અબિસ્તિત્રં થરે, અક્ષવિદ્ધ રેડ્ ।
ભાવાર્થ :- ધારણામતિના(અવાયથી નિશ્ચિત થયેલા પદાર્થને કાલાન્તરમાં પણ સ્મૃતિમાં રાખવો, તેના) છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) બહુ ધારણામતિ (૨) બહુવિધ ધારણામતિ (૩) પુરાણ ધારણામતિ– જૂના પદાર્થની ધારણા રાખનારી મતિ. (૪) દુર્ધર ધારણામતિ-દુર્ધર-ગહન પદાર્થની ધારણા કરનારી મતિ. (૫) અનિશ્રિત ધારણામતિ (૬) અસંદિગ્ધ ધારણામતિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાના પ્રકારનું નિદર્શન છે. ઇન્દ્રિયથી થતાં જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. સ્થાન-૪, ઉર્દૂ.-૪, સૂત્ર-૯૭માં મતિજ્ઞાનના ચાર પ્રકાર કહ્યા છે– (૧) અવગ્રહ– આ કાંઈક છે તેવા પ્રકારે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત, સામાન્ય વિષયને ગ્રહણ કરવું (૨) ઈહા– આ શું હશે ? તેવી જિજ્ઞાસા પછી આ અમુક હોવું જોઈએ તેવા નિશ્ચય તરફ ઢળવું (૩) નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક જ્ઞાન. (૪) ધારણા– તે નિશ્ચયને ધારી રાખવો, કાલાન્તરમાં પણ તેનું વિસ્મરણ ન થવું.
મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ પ્રમાણે અવગ્રહાદિ મતિજ્ઞાન ક્યારેક વિષયને શીઘ્ર ગ્રહણ કરે છે, તો ક્યારેક વિષયને ગ્રહણ કરવામાં મંદ બની જાય છે. આ રીતે મતિજ્ઞાન ઇન્દ્રિયના વિષયને બાર પ્રકારે ગ્રહણ કરે છે. છઠ્ઠું સ્થાન હોવાથી અહીં તેના છ ભેદોનું જ કથન છે. શેષ છ ભેદ તે પદના વિરોધી પદ છે. તે બારે ભેદોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–
(૧) બહુ ઃ— અનેક. તે સંખ્યા અને પરિમાણ(માપ) બંનેની અપેક્ષાએ થઈ શકે છે. વસ્તુની અનેક પર્યાયને તથા ઘણા પરિમાણવાળા દ્રવ્યને જાણે અને વિશાળ પરિમાણવાળા વિષયને પણ જાણે તેને બહુ કહે છે.
(૨) અલ્પ :– કોઈ એક જ વિષયને અથવા એક જ પર્યાયને સ્વલ્પમાત્રામાં જાણે તેને અલ્પ કહે છે.
(૩) બહુ વિધ :– કોઈ એક દ્રવ્યને, એક જ વસ્તુને અથવા એક જ વિષયને ઘણા પ્રકા૨ે જાણે, જેમ કે વસ્તુનો આકાર, પ્રકાર, રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ તેમ જ તેની અવધિ ઇત્યાદિ પ્રકારે જાણે તેને બહુવિધ કહે છે.
(૪) અલ્પવિધ :– કોઈપણ વસ્તુની પર્યાયને, જાતિ અથવા સંખ્યા આદિને અલ્પ પ્રકારે જાણે પણ તેના ભેદ-પ્રભેદ વગેરે ન જાણે તેને અલ્પવિધ કહે છે.